Bell Bottom Release: ચાહકો માટે સારા સમાચાર, સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ ?

|

Jul 25, 2021 | 3:40 PM

ચાલો તમને જણાવી દઈએ કે બેલ બોટમ (Bell Bottom) સ્પાઈ થ્રિલર છે. અક્ષય કુમાર (Akshay Kumar) આ ફિલ્મમાં રો એજન્ટની ભૂમિકા નિભાવશે. સમાચાર મુજબ, બેલ બોટમની વાર્તા સપ્ટેમ્બર 1981 થી લઈને ઓગસ્ટ 1984 ના થયેલ એક પછી એક હાઈજેકિંગ પર આધારિત છે.

Bell Bottom Release: ચાહકો માટે સારા સમાચાર, સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ ?
Bell Bottom (Akshay Kumar)

Follow us on

કોરોનાના કહેરને કારણે થિયેટરો ઘણા સમયથી લોક થઈ ગયા છે. જેના કારણે ફિલ્મ નિર્માતાઓ અને થિયેટરોના માલિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તાજેતરમાં, દિલ્હી વહીવટીતંત્રે 50 ટકા ક્ષમતા પર દિલ્હીમાં સિનેમાઘરો ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે, આવી સ્થિતિમાં, સિનેમાઘરોમાં ફિલ્મોની રજૂઆતની રાહ જોતા ફિલ્મ નિર્માતાઓ માટે તે ખુશીની ક્ષણ છે.

આવી સ્થિતિમાં હવે ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ મોટા બજેટની ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવાની અપેક્ષા વધી ગઈ છે. આ યાદીમાં સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) પણ સામેલ છે.

સિનેમાઘરોમાં રજૂ થશે બેલ બોટમ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

હવે જ્યા કેટલાક રાજ્યોમાં 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. તો ત્યાં હજુ પણ મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી મળી. આવી સ્થિતિમાં હવે જો મહારાષ્ટ્રમાં પણ થિયેટરો ખોલવાની સંમતિ દેવામાં આવે તો બેલ બોટમ જલ્દીથી રજૂ કરવામાં આવશે.

તાજેતરમાં જ મહારાષ્ટ્રના અગ્રણી પ્રદર્શકોમાંના એક અક્ષય રાઠીએ પ્રતિક્રિયા આપી હતી કે દિલ્હી સરકારના 50% ક્ષમતાવાળા સિનેમાઘરોને ફરીથી ખોલવાના નિર્ણયને આવકાર્ય છે. અમે ખરેખર આશા રાખીએ છીએ કે મહારાષ્ટ્ર જેને હિન્દી ફિલ્મનું ગૃહ રાજ્ય માનવામાં આવે છે ત્યાં પણ સિનેમા હોલ ખોલવા દેવામાં આવશે. રાજ્યમાં સિનેમાઘરોને ઓછામાં ઓછું પોતાની રોટી કમાવવાનો અધિકાર છે.

ચાલો તમને જણાવી દઈએ કે, જો ઓગસ્ટમાં મુંબઈને ખોલવાની મંજૂરી આપવામાં આવે, તો થિયેટરો પાછા ખોલવામાં આવી શકે છે. જો મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખુલશે, તો અક્ષય કુમાર સ્ટારર બેલ બોટમ 15 ઓગસ્ટે આવે તેવી સંભાવના છે.

 

અક્ષયે કરી હતી જાહેરાત

થોડા સમય પહેલા અક્ષય કુમારે ખુદ ચાહકોને જાણ કરી હતી કે બેલ બોટમ મૂવી થિયેટરોમાં રિલીઝ થશે. અભિનેતાએ કહ્યું છે કે હું જાણું છું કે તમે બેલ બોટમની રજૂઆત માટે ધૈર્યથી પ્રતીક્ષા કરી હતી, ફિલ્મ દુનિયા ભરમાં મોટા પડદા પર આવી રહી છે… 27 જુલાઈએ. અક્ષયની આ ઘોષણાને કારણે ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચાલો અમે તમને જણાવી દઈએ કે અક્ષયની કોઈ પણ ફિલ્મ લાંબા સમયથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં, બેલ બોટમ હવે સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે.

 

Next Article