વિકી-કેટરિનાના લગ્ન પહેલા સવાઈ માધોપુરના DMએ બોલાવી બેઠક, કાયદો અને વ્યવસ્થા અંગે થશે ચર્ચા

|

Dec 02, 2021 | 8:03 PM

વિકી અને કેટરીનાના લગ્નના ફંક્શન 7 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા સવાઈ માધોપુરના ડીએમએ બેઠક બોલાવી છે.

વિકી-કેટરિનાના લગ્ન પહેલા સવાઈ માધોપુરના DMએ બોલાવી બેઠક, કાયદો અને વ્યવસ્થા અંગે થશે ચર્ચા
Vicky Kaushal and Katrina Kaif

Follow us on

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) આજકાલ ખુબ ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને રાજસ્થાનમાં 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દિવસને મોટો બનાવવા માટે બંને ઘણી તૈયારીઓ કરી રહ્યા છે. વિકી અને કેટરીનાના લગ્નના ફંક્શન 7 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા સવાઈ માધોપુરના ડીએમએ બેઠક બોલાવી છે.

સવાઈ માધોપુરના ડીએમએ 3 ડિસેમ્બરે વિકી અને કેટરીનાના લગ્નને લઈને એક મીટિંગનું આયોજન કર્યું છે. જેમાં ભીડ નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા સહિતની તમામ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ બેઠક શુક્રવારે સવારે 10.15 કલાકે મળવાની છે.

સવાઈ માધોપુર ડીએમએ બેઠક બોલાવી

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેટરિના અને વિકી 9મી ડિસેમ્બરે લગ્ન કરવાના છે પરંતુ કાયદાકીય રીતે બંને આજે અથવા કાલે એકબીજાના થઈ જશે. હા, વિકી અને કેટરીના કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છે. આ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ થવા જઈ રહ્યા છે.

પહેલા કોર્ટ મેરેજ કરશે

એક રિપોર્ટ અનુસાર કેટરીના અને વિકી આજે અથવા કાલે કોર્ટ મેરેજ કરી શકે છે. બંને ઈચ્છે છે કે તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ નોંધવામાં આવે. રિપોર્ટ અનુસાર કોર્ટ મેરેજ દરમિયાન ત્રણ સાક્ષીઓ હાજર રહેવાના છે. લગ્નની નોંધણી કરાવ્યા બાદ વિકી અને કેટરીના રાજસ્થાન જવા રવાના થશે. જ્યાં લગ્નના ફંક્શન થવાના છે.

બોમ્બે ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થવાના છે. ગેસ્ટ એન્ટ્રી માટે એક ખાસ કોડ આપવામાં આવ્યો છે. આ સાથે લગ્નમાં ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી લગ્નના ફોટા અને વીડિયો લીક ન થઈ શકે. જે રીતે વિકી અને કેટરીનાએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા તે રીતે તેઓ તેમના લગ્નને પણ દુનિયાની નજરથી દૂર રાખવા માંગે છે.

સલમાન ખાનના પરિવારને નથી મળ્યું કાર્ડ

અન્ય એક અહેવાલ મુજબ કેટરીના કૈફે સલમાન ખાનના પરિવારને કોઈ ઔપચારિક આમંત્રણ મોકલ્યું નથી. તેમજ તેની બે બહેનો અર્પિતા અને અલવીરાને પણ કાર્ડ મોકલવામાં આવ્યું નથી. જ્યારે સલમાનની બહેન અર્પિતાને લગ્નના કાર્ડ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને કોઈ આમંત્રણ કાર્ડ મળ્યું નથી.

વિકી અને કેટરીનાના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપવાના છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, કબીર ખાન, મિની માથુર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, કરણ જોહર, રોહિત શેટ્ટી, વરુણ ધવન, નતાશા દલાલ સહિત ઘણા સેલેબ્સ તેની શાગીમાં હાજરી આપવાના છે. હાલમાં જ વિકી કૌશલ કેટરિના કૈફના ઘરની બહાર જોવા મળ્યો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

Next Article