જે કપડાના લીધે અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે!

|

May 08, 2019 | 12:06 PM

પ્રિયંકા ચોપરા આજકાલ તેના લુકના કારણે ચર્ચામાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યાં છે. પ્રિયંકાના આ કપડાની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે. મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાએ જે કપડાં પહેર્યા તેના લીધે સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. લોકો મેમ્સ અને વિવિધ જોક્સ બનાવીને મજાક ઉડાવી રહ્યાં છે. મેટ […]

જે કપડાના લીધે અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે!

Follow us on

પ્રિયંકા ચોપરા આજકાલ તેના લુકના કારણે ચર્ચામાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યાં છે. પ્રિયંકાના આ કપડાની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે.

મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાએ જે કપડાં પહેર્યા તેના લીધે સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. લોકો મેમ્સ અને વિવિધ જોક્સ બનાવીને મજાક ઉડાવી રહ્યાં છે. મેટ ગાલા 2019ની આ વખતની થીમ ‘નોટ્સ ઓન ફેશન’ રાખવામાં આવી હતી અને તેમાં પ્રિયંકાએ વિચિત્ર કપડા પહેર્યા હતા.

 

TV9 Gujarati

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પ્રિયંકાના કપડાની સાથે તેના વાળની સ્ટાઈલ પણ લોકોને વિચિત્ર લાગી હતી અને તેને લઈને પણ લોકોએ પ્રિયંકાને સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ કરી હતી. આ સમારોહમાં પ્રિયંકા એક સિલ્વર ગાઉનમાં પહોંચી હતી અને તેમાં ઘણાં રંગીન પીછાઓ પણ લાગ્યા હતા. લોકોએ તેના વાળને લઈને મજાક ઉડાવીને લખ્યું કે ‘શોક લાગ્યો, શોક લાગ્યો’. કેટલાંક લોકોએ તેની સ્ટાઈલ જોઈને પ્રિયંકાની સરખામણી બોલર લસિથ મલિંગા સાથે કરી દીધી.

હવે વાત કરીએ જે કપડા અને સ્ટાઈલના લીધે પ્રિયંકાને સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો તેની કિંમત કેટલી છે. પ્રિયંકા ચોપરાના આ ગાઉનની કિંમત અધધધ… 45 લાખ આંકવામાં આવી રહી છે. જે ડાયમંડ ઈયરરીંગ તેણીએ પહેરી છે તેની કિંમત 10 લાખ રુપિયા માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  હવે તમને કોઈ નકલી નોટ પકડાવી નહીં જાય, રિઝર્વ બેંક દરેક લોકોને ટૂંક સમયમાં આપશે આ સુવિધા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article