Ayushmann Khurrana ની પત્ની Tahira એ શેર કર્યોં દર્દથી ભરેલ વીડિયો, કહ્યું – ભગવાનને યાદ કરો, આ એક યુદ્ધ છે

|

May 05, 2021 | 7:49 PM

તાહિરાને અગાઉ કેન્સર થયું હતું અને તેમણે તેમના કઠિન દિવસોમાં પણ ક્યારેય તેમની સકારાત્મકતા ગુમાવી ન હતી. આથી જ તે લોકોને પણ આને ન ખોવાની વાત કહી રહી છે.

Ayushmann Khurrana ની પત્ની Tahira એ શેર કર્યોં દર્દથી ભરેલ વીડિયો, કહ્યું - ભગવાનને યાદ કરો, આ એક યુદ્ધ છે
Ayushmann Khurrana, Tahira Kashyap

Follow us on

દેશ આ દિવસોમાં કોરોના કહેરનો સામનો કરી રહ્યો છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેક બધા સલામત રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્ટાર્સ પણ આ મુશ્કેલ સમયમાં લોકોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આયુષ્માન ખુરાનાની પત્ની, તાહિરા કશ્યપ પણ આ લિસ્ટમાં જોડાઈ છે.

તાજેતરમાં, તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ સમયે દરેકને મજબૂત રહેવાની સલાહ આપી છે. જોકે, આ વીડિયોમાં તાહિરા પણ દુઃખી જોવા મળી હતી. પરંતુ હજી પણ, તેમણે તેમના આ વીડિયો દ્વારા, લોકોને થોડી સકારાત્મકતા આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

તાહિરાએ આ રીતે લોકોને પ્રોત્સાહન આપ્યું

તાહિરાને અગાઉ કેન્સર થયું હતું અને તેમણે તેમના કઠિન દિવસોમાં પણ પોતાની સકારાત્મકતા ગુમાવી નહોતી. આજ કારણથી તે લોકોને પણ આને ન ખોવાની વાત કહી રહી છે. કોરોનાથી દરરોજ જ્યા લોકો તેમના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે, તો તાહિરાએ તેમના હૃદયની વાત લોકો સાથે કરી છે.

તાહિરા કશ્યપે એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા બધાને કહ્યું છે કે અત્યારે ક્યુટ લાગી રહ્યું છે, તો હું અપડેટ કરી રહી છું, પછી હું ડિલીટ કરી શકું છું. મને આજકાલ માત્ર ક્યૂટ નથી લાગી રહ્યું, મારી અંદર ગુસ્સો છે, ખીજ છે, દુ:ખ છે, ક્યારેક ટુટી જાવ છું, ક્યારેક હારેલી અનુભવું છું. પરંતુ હું ક્યારેય બધી વાતો સોશિયલ મીડિયા પર લઈને આવતી નથી.

 

 

 

પરંતુ આજે તમારા બધા સાથે શેર કરવાનું મન થયું છે. હું ખૂબ જ દુ:ખી છું, આપણે બધા જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. હું કેટલું પણ કહું કે હું તમારા બધાના દુ:ખને ​​સમજી શકું છું, પરંતુ હું તમારું દુ:ખ ક્યારેય સમજી શકીશ નહીં. આવા સમયે, ફક્ત ભગવાનને યાદ કરો, કેટલાક દુ:ખ શારીરિક હોય છે, તો કેટલાક માનસિક હોય છે. હું બિલકુલ તેની સરખામણી નથી કરી રહી કે કયુ દુ:ખ વધુ છે.

આ એક યુદ્ધ છે જેમાં સૈનિકો દરરોજ હારી રહ્યા છે, પરંતુ જે દુ:ખથી તમે પસાર થઈ રહ્યા છો તેમાં બસ ભગવાનને યાદ કરો. પોતાને દિલાસો આપો. આપણી પાસે પુરો હક છે ગુસ્સે થવાનો. આ સમય મૂંઝવણમાં રહેવાનો નથી. દિવસનો થોડોક સમય તમારા માટે, અને થોડોક સમય પૂજા માટે કાઢો. તમારુ દિલ ખોલો, બીજાની મદદ કરવા માટે.

Next Article