‘ડોક્ટર જી’ના શૂટિંગ માટે ભોપાલ રવાના થયા Ayushmann Khurrana, અહીં જુઓ અભિનેતાનો ખાસ ફોટો

|

Jul 13, 2021 | 12:00 AM

અભિનેતા તેમની આગામી ફિલ્મ 'ડોક્ટર જી'ના શૂટિંગ માટે સોમવારે ભોપાલ જવા રવાના થયા છે. તેમણે આજે મુંબઈથી તેની ફ્લાઈટ પકડી છે. આયુષ્માન ખુરાના લગભગ એક મહિના સુધી ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાના છે.

ડોક્ટર જીના શૂટિંગ માટે ભોપાલ રવાના થયા Ayushmann Khurrana, અહીં જુઓ અભિનેતાનો ખાસ ફોટો
Ayushmann Khurrana

Follow us on

બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ચાહકો વચ્ચે તેમના જોરદાર અભિનય માટે જાણીતા છે. આયુષ્માનની દરેક ફિલ્મને ચાહકો ઘણી પસંદ કરે છે. વિવિધ વિષયો પર ફિલ્મો કરનારા આયુષ્માનની દરેક ફિલ્મની ચાહકો હંમેશા રાહ જુએ છે, જે અભિનેતાની નવી ફિલ્મ ડોક્ટર જી (Doctor G) વિશે હવે એક અપડેટ બહાર આવ્યું છે.

 

ટીવી 9 ભારતવર્ષને પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા તેમની આગામી ફિલ્મ ‘ડોક્ટર જી’ના શૂટિંગ માટે સોમવારે ભોપાલ જવા રવાના થયા છે. તેમણે આજે મુંબઈથી તેની ફ્લાઈટ પકડી છે. આયુષ્માન ખુરાના લગભગ એક મહિના સુધી ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાના છે. આયુષ્માન ખુરાનાએ ડોક્ટર જીની જબરદસ્ત સ્ક્રિપ્ટને કારણે આને પસંદ કરી છે. ડોક્ટર જી ફિલ્મ એક એવી સ્ક્રિપ્ટ છે જે આયુષ્માનને સુપર ફ્રેશ રીતે રજૂ કરશે અને ભારતભરના પ્રેક્ષકોને આકર્ષિત કરશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

આ અભિનેત્રી જોવા મળશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પણ જોવા મળશે. બંને સ્ટાર્સને સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આયુષ્માન જ્યારે ડૉ.ઉદય ગુપ્તાની ભૂમિકા ભજવશે, ત્યારે રકુલ મેડિકલની વિદ્યાર્થી ડૉ. ફાતિમાની ભૂમિકામાં જોવા મળશે.

 

વિશેષ વાત એ છે કે અભિનેતાની આ આગામી ફિલ્મનો કોન્સેપ્ટ સંપૂર્ણપણે જુદો અને રસપ્રદ છે. ફિલ્મની વાર્તાને નવી શૈલી સાથે જોડવામાં આવી છે. ચાલો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અનુભૂતિ કશ્યપ દ્વારા સહ-લેખિત અને દિગ્દર્શિત છે. આ ફિલ્મ સુમિત સક્સેના, વિશાલ વાઘ અને સૌરભ ભારત દ્વારા લખવામાં આવી છે.

 

તાજેતરમાં જ આ ફિલ્મ વિશે વાત કરતી વખતે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ડોક્ટર જીએ એક એવી વાર્તા છે જેનાથી મને તરત જ પ્રેમ થઈ ગયો હતો, આ એક નવા પ્રકારની વાર્તા રજૂ કરવાવાળી ફિલ્મ છે. ફિલ્મ સાવ જુદી છે અને તેનો કોન્સેપ્ટ એકદમ સરસ છે. આ ફિલ્મ ખૂબ હસાવશે. હું મારી કારકિર્દીમાં પ્રથમ વખત ડૉક્ટરનું પાત્ર કરવા માટે ઉત્સાહિત છું.

 

આ પણ વાંચો: આમિર ખાન અને ‘Laal Singh Chaddha’ની ટીમ પર લાગ્યો પ્રદૂષણ ફેલાવવાનો આરોપ, સેટથી વાયરલ થયો Video

Next Article