તારક મહેતાની જન્મજયંતી: જાણો તારક મહેતાની સિરિયલ વિશેની એ રસપ્રદ વાત કે જે તમે કદાચ નહી વાંચી હોય

|

Dec 26, 2020 | 12:29 PM

ગુજરાતના પ્રખ્યાત હાસ્યલેખક તારક મહેતાની આજે જન્મજયંતી છે. તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ જે અનુભવી કલમની દેન છે, જાણો એમના વિષે કેટલીક જાણી અજાણી વાતો. ૧. ગુજરાતી સાહિત્યના આર.કે. લક્ષમણ તરીકે ઓળખાયા તારક મહેતા. રાજકારણને રમુજી રીતે રજુ કરવાની શૈલીના કારણે તેમની તુલના આર.કે.લક્ષમણ સાથે થતી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

તારક મહેતાની જન્મજયંતી: જાણો તારક મહેતાની સિરિયલ વિશેની એ રસપ્રદ વાત કે જે તમે કદાચ નહી વાંચી હોય

Follow us on

ગુજરાતના પ્રખ્યાત હાસ્યલેખક તારક મહેતાની આજે જન્મજયંતી છે. તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ જે અનુભવી કલમની દેન છે, જાણો એમના વિષે કેટલીક જાણી અજાણી વાતો.

. ગુજરાતી સાહિત્યના આર.કે. લક્ષમણ તરીકે ઓળખાયા તારક મહેતા. રાજકારણને રમુજી રીતે રજુ કરવાની શૈલીના કારણે તેમની તુલના આર.કે.લક્ષમણ સાથે થતી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

. 26 ડીસેમ્બર 1929ના રોજ અમદાવાદ ખાતે થયો હતો જન્મ.

. તારક મહેતાના અત્યાર સુધીમાં 80 પુસ્તકો થયા છે પ્રકાશિત. જેમાં અનેક નાટકો અને હાસ્યસંગ્રહનો સમાવેશ થાય છે.

. 1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સડિવિઝન, મુંબઇમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી તરીકે આપી હતી સેવા.

. વર્ષ 1970થી જીવ્યા ત્યાં સુધી દુનિયાને ઊંધા ચશ્માંનામની કોલમ લખતા રહ્યા.

. 2008માં તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ તરીકે ટેલીવીઝનમાં આવી. જયારે તેમની કોલમ પરથી સિરિયલ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો ત્યારે તેમણે પ્રથમ તો આ પ્રસ્તાવ નકારી કાઢ્યો. ત્યાર બાદ અનુમતિ આપ્યા બાદ પણ એના એપિસોડ લખવા માટે નાં પાડી દીધી હતી 

. પોતાના જ જીવનને અવરીલેતી આત્મકથા પણ લખી. જેનું નામ છે એક્શન રિપ્લે.

. ગુજરાતી સાહિત્યમાં તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Article