લતા મંગેશકરને યાદ કરીને ભાવુક બની નાની બહેન આશા ભોસલે, બાળપણનો ફોટો શેર કરતા લખ્યું કંઈક આવું

|

Feb 07, 2022 | 9:00 AM

લતા મંગેશકર અને આશા ભોસલે બંને પ્રતિભાશાળી ગાયિકાઓ હતા. બંનેએ તેમના પ્રોફેશનને કારણે ક્યારેય તેમના સંબંધોમાં તિરાડ પડવા દીધી નથી. લતા મંગેશકરની વિદાય બાદ આશા ભોંસલે ખૂબ જ દુઃખી છે.

લતા મંગેશકરને યાદ કરીને ભાવુક બની નાની બહેન આશા ભોસલે, બાળપણનો ફોટો શેર કરતા લખ્યું કંઈક આવું
Asha Bhosle-Lata Mangeshkar (PS : instagram)

Follow us on

લતા મંગેશકરને (Lata Mangeshkar) રવિવારે આપણે ભીની આંખે વિદાઈ આપી હતી. લતા મંગેશકરના નિધનથી તેમના પરિવાર, ફેન્સ અને સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. બહેનના ગયા પછી આશા ભોંસલેએ (Asha Bhosle) તેમની સાથે બાળપણનો ફોટો શેર કરીને તેમને યાદ કર્યા છે. આશા ભોસલેએ એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં બંને બહેનો સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા આશા ભોંસલેએ લખ્યું, દીદી અને હું, બાળપણના પણ કેવા દિવસો હતા. આશા ભોંસલેની આ પોસ્ટ પર ફેન્સ બંને બહેનો પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ લતા મંગેશકરને પણ શ્રદ્ધાંજલિ આપી છે.

આ સિવાય આશા ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં લખ્યું છે કે દેશમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

તમને જણાવી દઈએ કે આશા ભોંસલે અને લતા મંગેશકર વિશે પહેલા ઘણા સમાચાર આવતા હતા. જ્યારે બંને હિન્દી સિનેમામાં ગાતા હતા ત્યારે બંને વચ્ચે સ્પર્ધા અને અણબનાવના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા. જો કે એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે આ વિશે ખુલીને વાત કરી હતી. લતા મંગેશકરે સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી અને આશા વચ્ચે હંમેશા બધું બરાબર રહ્યું છે.

અમે બંને એકબીજાની નજીક છીએ. હા, પણ તે તેના પરિવાર સાથે દૂર રહેતી હોવાથી અમને બહુ મળવાનું નથી. પહેલા અમે સાથે રહેતા હતા અને અમારા એપાર્ટમેન્ટના દરવાજા પણ સાથે શેર કરતા હતા. હા, ભૂતકાળમાં કેટલીક બાબતો બરાબર ન હતી એટલે કે, પરંતુ તે દરેક ભાઈ-બહેન વચ્ચે થાય છે. તે સમયે તેણે કંઈક એવું કર્યું હતું જે મને યોગ્ય ન લાગ્યું. જોકે, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી.

લતા મંગેશકરે વધુમાં કહ્યું હતું કે, અમે બંને એક જ પ્રોફેશનમાં છીએ, જેના કારણે આવા સમાચાર આવતા રહે છે, પરંતુ અમારી વચ્ચે ક્યારેય કોઈ હરીફાઈ નથી થઈ. અમારી બંનેની ગાવાની પોતપોતાની રીત છે.

લતાએ આશા અને ગણપતના લગ્ન પર વાત કરી

એટલું જ નહીં, લતા મંગેશકરે આશા ભોંસલેના પહેલા લગ્ન વિશે પણ વાત કરી હતી. લતા મંગેશકરે કહ્યું હતું કે, આશાએ 16 વર્ષની ઉંમરમાં ગણપત રાવ સાથે લગ્ન કર્યા હતા. તે બધું ખૂબ જ ઝડપથી થયું. મને પહેલેથી જ ખ્યાલ હતો કે એ સંબંધ જલ્દી ખતમ થઈ જશે. હવે આ આશાનો ફેંસલો હતો ત્યારે હું કંઈ કરી શકી ના હતી. આમ પણ અમારા પરિવારમાં ક્યારેય કોઈ બીજાના જીવનમાં દખલ કરતું નથી.

આ પણ વાંચો : કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું

આ પણ વાંચો : Foods tips : શિયાળામાં લાભ ઉઠાવો પારંપરીક મિઠાઇનો, સ્વાદની સાથે શરીર માટે પણ છે ગુણવાન

Next Article