Bombay Highcourt : આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay HighCourt) મોટી રાહત મળી છે. આર્યનને હવે દર અઠવાડિયે મુંબઈ NCB ઓફિસ સમક્ષ હાજર થવાની જરૂર નથી. કોર્ટે જણાવ્યુ કે, જ્યારે પણ આર્યન ખાનને NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) દિલ્હીમાં બોલાવશે, ત્યારે તે કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવે તો તે તેમની સમક્ષ હાજર થશે.
Drugs-on-cruise case, Mumbai | Responding to Aryan Khan’s plea, Bombay High Court relieves him from appearing before Mumbai NCB but directs him “to appear before Delhi SIT whenever summoned.”
— ANI (@ANI) December 15, 2021
મુંબઈ બહાર જતા પહેલા આર્યનને પોલીસને કરવી પડશે જાણ
આ સિવાય જ્યારે પણ આર્યનને મુંબઈની બહાર જવું હોય તો તે પહેલા તપાસ અધિકારીઓને(Police Officer) તેની જાણ કરશે. હવે કોર્ટના આ નિર્ણય બાદ આર્યનને (Aryan Khan) મોટી રાહત મળી છે.તમને જણાવી દઈએ કે, આર્યનને 26 દિવસ જેલમાં રહ્યા બાદ 28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા. આર્યનને 14 શરતો પર જામીન આપવામાં આવ્યા હતા, જેમાં એક શરત મુજબ આર્યનને NCB ઓફિસમાં દર અઠવાડિયે હાજર થવાનુ કહેવામાં આવ્યુ હતુ.
આર્યને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યુ હતું કે, આ મામલો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) NCBની દિલ્હી ઓફિસ પાસે હોવાથી દર શુક્રવારે મુંબઈ NCB ઓફિસમાં હાજરી આપવી જરૂરી નથી. તમને જણાવી દઈએ કે, કોર્ટના નિર્દેશો મુજબ આર્યન 5, 12, 19 અને 26 નવેમ્બર અને 3 અને 10 ડિસેમ્બરે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થયો હતો.
બોમ્બે હાઈકોર્ટના આ આદેશથી આર્યન ખાનને મોટી રાહત
વધુમાં આર્યને પોતાની અરજીમાં જણાવ્યુ હતું કે, દર શુક્રવારે જ્યારે તે મુંબઈમાં NCB ઓફિસમાં હાજરી આપવા માટે આવે છે ત્યારે NCB ઓફિસની બહાર મીડિયા ફોટોગ્રાફર્સની ભીડને કારણે પોલીસ અધિકારીઓને તેની સાથે રહેવું પડે છે. અરજી અનુસાર, પ્રેસ દ્વારા તેમની સતત પૂછપરછ કરવામાં આવે છે અને તેમના ફોટા ક્લિક કરવામાં આવે છે જે યોગ્ય નથી.જો કે બોમ્બે હાઈકોર્ટના આ આદેશથી આર્યન ખાનને મોટી રાહત આપી છે.
આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos