અર્જુન રેડ્ડીની બોલિવૂડમાં એન્ટ્રી, કરણ જોહરની Liger ફિલ્મમાં જોવા મળશે

|

Jan 18, 2021 | 5:10 PM

કરણ જોહરે નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું નામ હશે Liger: સાલા ક્રોસબીડ. ફિલ્મમાં વિજય દેવરાર્કોંડા અને અનન્યા પાંડે જોવા મળશે. 

અર્જુન રેડ્ડીની બોલિવૂડમાં એન્ટ્રી, કરણ જોહરની Liger ફિલ્મમાં જોવા મળશે
કરણ જોહરની Liger ફિલ્મમાં જોવા મળશે

Follow us on

કરણ જોહરે રવિવારે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં તેની નવી ફિલ્મની ઘોષણા કરવા જઈ રહ્યો છે. લાંબા સમયથી કરણની કોઈ ફિલ્મ વિષે સંભળાઈ રહ્યું નહોતું. આ જાહેરાત બાદ કેટલાકનું અનુમાન હતું કે કરણ તેલુગુ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ વિશે જાહેરાત કરવા જઇ રહ્યો છે. અને આ અનુમાન સાચું પડ્યું. કરણ જોહર એન્ડ કંપનીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું નામ હશે Liger: સાલા ક્રોસબીડ. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાર્કોંડા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન પૂરી જગન્નાથ કરી રહ્યા છે ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ રજુ થશે.

ડિયર કોમરેડનો Liger અવતાર

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિજય દેવરાર્કોંડા માત્ર તામિલમાં જ નહીં પરંતુ દેશભરમાં ફેમશ છે. અર્જુન રેડ્ડીથી ખ્યાતના મેળવાનાર આ કલાકારની ઘણી ફિલ્મો ભારતના ખૂણે ખૂણે જોવાય છે. વર્લ્ડ ફેમશ લવર, ડીયર કોમરેડ અને ગીતા ગોવિન્દમ જેવી ફિલ્મોના ફેન્સ ઘણી મોટી સંખ્યામાં છે.

5 ભાષાઓમાં રિલીઝ થશે Liger

આ ફિલ્મનો ફસ્ટ લુક કરણ જોહરે શેર કર્યો હતો. પોસ્ટરમાં વિજય દેવરાકોંડા ફાઇટરના રૂપમાં જોવા મળે છે. તેણે બોક્સિંગ ગ્લોવ્ઝ પહેર્યા છે અને ચહેરા પર અત્યંત ગુસ્સો છે. વિજયની બાજુમાં સિંહ અને હાફ ટાઇગરનો ફોટો છે. ખબર ના હોય તો જણાવી દઈએ કે Liger એક મિશ્રિત જાતિનો સિંહ છે જે મેલ સિંહ અને ફીમેલ વાઘના મિલન થકી જન્મે છે.

 

આ પણ વાંચો: નેપોટિઝમ અને મૂવી માફિયા બાદ કંગનાને સતાવી રહી છે બોલિવૂડની આ વાત, કર્યું ટ્વીટ

Next Article