Surinder Kapoor : અર્જુન કપૂરે તેના દાદાના જન્મદિવસને બનાવ્યો ખાસ ! અનિલ કપૂરે શેર કરી આ ઈમોશનલ પોસ્ટ

|

Dec 24, 2021 | 8:19 AM

સુરિન્દર કપૂરનો જન્મ 23 ડિસેમ્બર 1925ના રોજ થયો હતો અને સપ્ટેમ્બર 2011માં તેનું અવસાન થયું હતું. પોતાના દાદાને યાદ કરીને અર્જુન કપુરે ચાહકોને તેની સફર વિશે જણાવ્યુ છે.

Surinder Kapoor : અર્જુન કપૂરે તેના દાદાના જન્મદિવસને બનાવ્યો ખાસ ! અનિલ કપૂરે શેર કરી આ ઈમોશનલ પોસ્ટ
Arjun kapoor remember his grandfather

Follow us on

Surinder Kapoor : એક્ટર અર્જુન કપૂરની સોશિયલ મીડિયા (Social Media) પર સારી ફેન ફોલોઈંગ છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે અવારનવાર તેના ફોટા શેર કરતા રહે છે. અભિનેતાએ તેમના દાદા સુરિન્દર કપૂરના(Surinder Kapoor)  જન્મદિવસ પર એક અભિનેતાએ સુરિન્દર કપૂરનો એક ગ્રુપ ફોટો શેર કર્યો છે જેમાં ઘણા કલાકારો જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સુરિન્દર કપૂરનો જન્મ 23 ડિસેમ્બર 1925ના રોજ થયો હતો અને સપ્ટેમ્બર 2011માં તેનું અવસાન થયું હતું. પોતાના દાદાને યાદ કરીને અર્જુન કપુરે ચાહકોને તેની સફર વિશે જણાવ્યુ છે. અભિનેતાએ તેના દાદાના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને કેપ્શન આપ્યું, “હેપ્પી બર્થડે દાદા, સુરિન્દર કપૂર”

અર્જુન કપૂરે શેર કરી સુરિન્દર કપૂરની જર્ની

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હું 1950માં મુંબઈ આવ્યો હતો. તે સમયે મારી ઉંમર 27 વર્ષની હતી. મેં પૃથ્વીરાજ કપૂરને (Prithvi raj Kapoor) કહ્યું કે હું કામ માટે મુંબઈ આવવા માગું છું, તેથી તેમણે મને આવવા કહ્યું. જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું ફિલ્મોમાં જોડાઈશ. હું ફ્રન્ટિયર મેલથી મુંબઈ આવ્યો કે તરત જ પૃથ્વીરાજ મને આસિફ પાસે લઈ ગયો અને મને મુગલ-એ-આઝમના સેટ પર આસિસ્ટન્ટ ડિરેક્ટર (Assistant Director) તરીકે નોકરી અપાવી.

બાદમાં શમ્મી કપૂર અને ગીતા બાલી સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ હતી. તેણે જ મને નિર્માતા (Director) બનવામાં મદદ કરી. મેં ગીતાને કહ્યુ હતુ કે,હું જ્યારે પણ પહેલી ફિલ્મ બનાવીશ ત્યારે તે તેની સાથે જ હશે. ગીતાએ મને ફાયનાન્સર મેળવવામાં મદદ કરી. તેમના કારણે મને સારી ટીમ મળી. મેં પ્રદીપ કુમારને કાસ્ટ કર્યા. પરંતુ મારી ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી.

વાસ્તવમાં, હું મારી આખી કારકિર્દીમાં એક પણ હિટ આપી શક્યો નથી, પરંતુ તેમ છતાં ફાઇનાન્સર્સ અને વિતરકોએ મારા પ્રોજેક્ટ્સમાં તેમના પૈસા લગાવ્યા હતા. ત્રણ-ચાર વર્ષ મુંબઈમાં રહ્યા પછી હું લગ્ન માટે પેશાવર પાછો ફર્યો. જ્યારે હું મુંબઈ પાછો આવ્યો, ત્યારે હું સાયન અને પછી ચેમ્બુર શિફ્ટ થયો. મારે ક્યારેય સંઘર્ષ કરવો પડ્યો નથી કારણ કે હું હંમેશા કામ કરતો હતો, પણ હું બહુ સફળ નિર્માતા નહોતો.”

અનિલ કપૂરે પોતાના પિતાને યાદ કરીને એક ઈમોશનલ નોટ લખી

અનિલ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે અવારનવાર પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. અભિનેતાએ તેના પિતાસુરિન્દર કપૂરના જન્મદિવસના ખાસ અવસર પર એક ફોટો શેર કર્યો અને લખ્યું, “હેપ્પી બર્થ ડે ડેડ. દરરોજ તમને યાદ કરું છું અને તમને હંમેશા પ્રેમ કરું છું, હું આશા રાખું છું કે મેં તમને ગૌરવ અપાવ્યું છે.”

 

આ પણ વાંચો : Radhe Shyam Trailer: જુનૂની આશિકના રોલમાં પ્રભાસે મચાવી ધમાલ, પુજા હેગડે સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

આ પણ વાંચો : Happy Birthday Mohammed Rafi : વીજળી ગુલ થવાના કારણે પહેલીવાર મળ્યો હતો ગાવાનો મોકો, રચી દીધો ઇતિહાસ

Published On - 8:19 am, Fri, 24 December 21

Next Article