શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહયા છે ??

તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) અને કરણ કુંદ્રાએ ચુપચાપ સગાઇ કરી લીધી છે, તેવા અહેવાલો આજકાલ મીડિયામાં ફરતા થયા છે. તેમના ફેન્સ હવે તેમને લગ્નના કોસ્ચ્યુમમાં જોવા માટે થનગની રહ્યા છે.

શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહયા છે ??
Tejaswi Prakash & Karan Kundra (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 15, 2022 | 9:03 PM

ટેલીવુડની (Tellywood) સૌથી લોકપ્રિય ગણાતી જોડી કરણ કુન્દ્રા (Karan Kundra) અને તેજસ્વી પ્રકાશ (Tejasvi Prakash) જ્યારથી ‘બિગ બોસ 15’ના ઘરમાંથી બહાર આવ્યા છે, ત્યારથી તેઓ સ્ટાર કપલ તરીકે એક શાનદાર ગોલ સેટ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બંનેની રોકા સેરેમની પૂર્ણ થઇ છે, પરંતુ હજુ સુધી આ સ્ટાર્સ તરફથી કંઈપણ પુષ્ટિ થઈ નથી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેતાએ વારંવાર ‘લડ્ડુ’ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે પરંતુ જ્યોતિષીય આગાહીઓ શું સૂચવે છે ??

તે ખૂબ જ જાણીતું છે કે બિગ બોસ 15માં તેજસ્વી પ્રત્યે કરણના આક્રમક વલણ અંગે ઘણા વિવાદો થયા હતા, પરંતુ કોઈપણ પરિપક્વ કપલની જેમ, તેઓએ તે મુશ્કેલ તબક્કાને પસાર કર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા માટે ક્યૂટ ફોટોઝ પોસ્ટ કરે છે. આ જોઈને તેમના ફેન્સ માની રહયા છે કે તેઓ બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહયા છે.

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની ભવિષ્યવાણી કરનાર પંડિત જગન્નાથ ગુરુજીની આગાહીઓ તેજરનના ચાહકોને ખુબ ઉત્સાહિત કરી દીધા છે.

“તેઓ (કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ) ખરેખર એકબીજાના પ્રેમમાં છે. મારા ફેસ રીડિંગ મુજબ, આ તાર કપલ આગામી વર્ષમાં લગ્ન કરશે. જો કે, તેઓએ એકબીજા સાથેના વાણી વર્તનમાં કાળજી રાખવાની જરૂર છે. શું તેમના લગ્ન તેમના સંબંધિત કારકિર્દીમાં પરિવર્તન લાવશે? આ અંગે તેમણે જણાવ્યું કે, તેઓ તેમની કારકિર્દીને ખુબ ગંભીરતાથી લઇ રહયા છે. તેઓ તેમની પર્સનલ લાઈફ પણ ખુબ સારી રીતે મેનેજ કરવાનું જાણે છે.”

જે કંઈ પણ થાય, તેજરનના ચાહકો હવે તેમને લગ્નના પવિત્ર બંધને બંધાતા જોઈ શકવાની ઈચ્છાને દબાવી શકવાના નથી. તેઓ તેમના ફેવરિટ સ્ટાર કપલને હવે એકસાથે પતિ પત્ની તરીકે જોવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

શું તમને લાગે છે કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા લગ્ન કરશે ?? અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો.

આ પણ વાંચો : Naagin 6 : તેજસ્વી પ્રકાશે કહ્યું કે, ‘બિગ બોસ શો’એ મને આકર્ષક દેખાવામાં મદદ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati