Pathaan Ticket Booking : શું ખરેખર પઠાન ફિલ્મની ટિકિટો નથી મળી રહી કે પછી ફિલ્મના પ્રમોશન માટે પ્રચારનો પ્રોપેગેન્ડા છે? જાણો ટિકિટને લઈને સ્ટેટસ

|

Jan 25, 2023 | 9:15 AM

Pathan ticket Booking : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. તો હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે તેની ટિકિટ પણ નથી મળી રહી. તો આ ન્યૂઝ ખરેખર કેટલા સાચા છે અને કેટલી અફવા સમાયેલી છે તે ટિકિટ બુકિંગ પરથી ખબર પડશે.

Pathaan Ticket Booking : શું ખરેખર પઠાન ફિલ્મની ટિકિટો નથી મળી રહી કે પછી ફિલ્મના પ્રમોશન માટે પ્રચારનો પ્રોપેગેન્ડા છે? જાણો ટિકિટને લઈને સ્ટેટસ
Pathan ticket Booking

Follow us on

Pathan ticket Booking : બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાનની રિલીઝને હવે માત્ર બે દિવસ બાકી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ સાથે ફિલ્મ જોવા માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ઈન્ટરનેટ પર ફિલ્મો જોવા માટે લોકો દરેક શહેરમાં સિનેમા હોલ શોધવા લાગ્યા છે. પણ ખરેખર મામલો શું છે? ઉપરાંત ઓનલાઈન બુકિંગના આંકડા જોવાલાયક છે. આ દર્શાવે છે કે લોકો કિંગ ખાનની આ ફિલ્મને જોવા માંગે છે કે નહીં. ચાલો હવે તમને જણાવીએ કે એડવાન્સ બુકિંગ નંબર શું છે?

આ પણ વાંચો : Pathaan Movie : ‘કોણ શાહરૂખ ખાન ? હું નથી જાણતો…’, ‘પઠાન’ વિવાદ પર આસામના CMનું નિવેદન

ખરેખર ટિકિટને લઈને મામલો શું છે

આ ફિલ્મ પહેલેથી જ વિવાદનું કારણ રહી છે. સ્વાભાવિક છે કે જે ફિલ્મ વિવાદમાં હોય તો તેના ફ્લોપ જવાના ચાન્સ વધારે હોય છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના લગભગ સિનેમા હોલમાં આ ટિકિટ આસાનીથી મળી રહી છે અને દેશના મેગા સિટી જેમ કે બેંગલોર, પુણે, હૈદરાબાદમાં પણ તમને જે તે દિવસની ટિકિટો મળી રહી છે. તો આખરે બાબત શું છે તે તમે પણ જાણતા જ હશો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અમદાવાદની વાત કરીએ તો અત્યારે મોટાભાગના લગભગ સિનેમા ખાલી જ છે. તમે ફોટો પણ જોઈ શકો છો.

હૈદરાબાદની દિલસુખ નગરની વાત કરીએ તો તેમાં પણ જગ્યાઓ પડેલી દેખાય છે.

બેગ્લોરના સિનેમા હાઉસનો ફોટો પણ આપણને ઘણું કહી જાય છે.

પુણેમાં પણ જોઈ શકો છો કે ખાલી જગ્યાઓ દેખાઈ રહી છે.

આ ફોટાઓ જોયા પછી કોઈ પણને એટલી તો ખબર પડી જાશે કે સિનેમા ફુલ તેના ન્યુઝ કેટલા સાચા છે કે કેટલા ખોટાં છે. સામાન્ય લોકોએ જાણવું જરૂરી છે કે કોઈ પણ ફિલ્મને હિટ કરવા માટે એક્ટર લોકો કઈ હદ સુધી જઈ શકે.

બેશરમ રંગને લઈને એમપીથી શરૂ થઈ હતી બબાલ

જણાવી દઈએ કે પઠાનનો વિવાદ એમપીથી જ શરૂ થયો હતો. ફિલ્મના બેશરમ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની કેસરી બિકીનીને લઈને ઘણો હોબાળો થયો હતો. એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આના પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, જો આ સીન હટાવવામાં નહીં આવે તો તે તેને એમપીમાં રિલીઝ કરવા પર વિચાર કરવામાં આવશે. જે બાદ આખા ગીતમાં અને ઘણા સીનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

Published On - 1:29 pm, Tue, 24 January 23

Next Article