અનુષ્કા શર્માએ New Mommy પ્રિયંકા ચોપરાને આપી ચેતવણી, કહ્યુ તૈયાર થઇ જાઓ હવે

પ્રિયંકા ચોપરા થોડા દિવસો પહેલા જ માતા બની. હવે પ્રિયંકાની ફ્રેન્ડ અનુષ્કા શર્માએ પણ અભિનેત્રીને અભિનંદન આપતાં તેને માતા બન્યા બાદ આવેલા બદલાવ વિશે જણાવ્યું છે.

અનુષ્કા શર્માએ New Mommy પ્રિયંકા ચોપરાને આપી ચેતવણી, કહ્યુ  તૈયાર થઇ જાઓ હવે
Anushka Sharma warns new mommy Priyanka Chopra as she welcomes her baby
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:26 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સારા મિત્રો છે. અનુષ્કાએ હવે અભિનેત્રી અને પતિ નિક જોનાસને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેણે પ્રિયંકાને પેરેન્ટ બન્યા પછી કેવા બદલાવ આવે છે તે અંગે પણ ચેતવણી આપી છે. જો કે અનુષ્કાએ તેને અભિનંદન આપવામાં મોડું કર્યું, પરંતુ તેને આ સારા સમાચારની જાણ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંને માટે એક સંદેશ લખ્યો.

પ્રિયંકાએ લખ્યું, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને અભિનંદન. હવે નિંદ્રાહીન રાતો અને એક અલગ પ્રેમ અને ખુશી માટે તૈયાર રહો. દિકરીને ઘણો પ્રેમ. આ સાથે અનુષ્કાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે અને નિક સરોગસી દ્વારા પેરેન્ટ્સ બન્યા છે. અભિનેત્રીએ લખ્યું, અમને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે નિક અને હું સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છીએ. અમે આ સમયે ગોપનીયતા ઇચ્છીએ છીએ કારણ કે અત્યારે અમે સંપૂર્ણ ફોકસ પરિવાર પર રાખવા માંગીએ છીએ. ખુબ ખુબ આભાર

અનુષ્કાની વાત કરીએ તો તે અને વિરાટ ગયા વર્ષે દીકરી વામિકાના માતા-પિતા બન્યા હતા. વિરાટ અને અનુષ્કાએ પોતે હજુ સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી. જોકે, થોડા દિવસો પહેલા વામિકાના ક્રિકેટ સ્ટેડિયમમાંથી ફોટા વાયરલ થયા હતા. વામિકા બિલકુલ તેના પિતા વિરાટ જેવી લાગે છે. જો કે, ફોટા વાયરલ થયા પછી, વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વામિકાના ફોટા શેર ન કરવા માટે એક ખાસ પોસ્ટ કરી. તેમણે ક્હયુ અમને ખબર ન હતી કે કેમેરાનું ફોકસ અમારી તરફ હશે.

આ પણ વાંચો –

James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ ‘જેમ્સ’નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા

આ પણ વાંચો –

Mouni Roy Wedding : મૌની રોયે સૂરજના નામની લગાવી મહેંદી, અભિનેત્રીની હલ્દી અને મહેંદીના ફોટો આવ્યા સામે

આ પણ વાંચો –

73rd Republic Day: મશહૂર ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકાર, આ કારણે છે નારાજ