અનુષ્કા શર્માએ માતા સાથે શેર કર્યો બાળપણનો ફોટો, કેક કાપતી મળી જોવા

|

Mar 09, 2021 | 1:58 PM

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનુષ્કા શર્માએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતા સાથે બાળપણનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો.

અનુષ્કા શર્માએ માતા સાથે શેર કર્યો બાળપણનો ફોટો, કેક કાપતી મળી જોવા
Anushka Sharma

Follow us on

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ પોતાની અંગત જિંદગીમાં ખૂબ વ્યસ્ત છે. તેમણે થોડાક સમય પહેલા જ એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. નવા માતા-પિતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની પુત્રીને મીડિયાથી સંપૂર્ણપણે દૂર રાખી હતી, ત્યારે ગત સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિરાટે તેમની પુત્રીની પહેલી ઝલક આપી હતી. આ સાથે જ આ પ્રસંગે અનુષ્કા શર્માએ એક ખાસ પોસ્ટ પણ બનાવી હતી. તેમણે બાળપણનો ફોટો તેમની માતા સાથે શેર કર્યો છે. આ ફોટો દ્વારા તેમણે ચાહકોને મોટો સંદેશ આપ્યો છે.

માતા સાથે ખાસ ફોટો શેર કર્યો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનુષ્કા શર્માએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતા સાથે બાળપણનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં અનુષ્કા શર્મા કેક કાપતી જોવા મળી રહી છે, જ્યારે તેમની માતા પુત્રીનો હાથ પકડી તેને કેક કાપવામાં મદદ કરી રહી છે. પિંક કલરનો ક્યૂટ ડ્રેસ પહેર્યો હતો, ને તેમની માતા ગ્રીન પ્રિન્ટેડ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. અહીં અનુષ્કા દ્વારા શેર કરેલી તસવીર જુઓ

 

 

 

ચાહકો માટે આ સંદેશ લખાયો

આ ફોટો શેર કરતાં અનુષ્કાએ લખ્યું- ‘ચાલો ઉજવણી કરીએ તે વ્યક્તિની જે મજબૂત છે, શાંત રહીને દરેક માટે જુકે છે, જે પોતાને બહેતર બનાવવા માટે પોતે તૂટે છે, જે સાવધાની સાથે દરેકની સંભાળ રાખે છે., જેના કારણે આપણે આજે છીએ. માતા … #HappyWomensDay ‘.

ફોટો વાયરલ થયો

અનુષ્કાએ આ રીતે તેમની અને બધી માતાની મહિલા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. જ્યાં એક તરફ, અનુષ્કાનો આ ફોટો ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Next Article