Anupama Spoiler : અનુજની સામે હાથ જોડશે વનરાજ ! ફેન જે સમયની રાહ જોઇ રહ્યા હતા તે આવી ગયો છે

|

Dec 01, 2021 | 9:47 AM

આજે આવનારા એપિસોડમાં આપણે જોઈશું કે બા અને બાપુજીની વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત ફોટોશૂટ દ્વારા થશે. આ ફોટોશૂટમાં બા અને બાપુજી બંને ફિલ્મ 'ચાંદની'ના શ્રીદેવી અને ઋષિ કપૂરના ગેટઅપમાં જોવા મળશે

Anupama Spoiler : અનુજની સામે હાથ જોડશે વનરાજ ! ફેન જે સમયની રાહ જોઇ રહ્યા હતા તે આવી ગયો છે
Anupama Spoiler

Follow us on

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), સુધાંશુ પાંડે (Sudhanshu Pandey), ગૌરવ ખન્ના (Gaurav Khanna) અને મદાલસા શર્મા (Madalsa Sharma) સ્ટારર ફેમસ ટીવી શો ‘અનુપમા’માં હવે શોના આગામી એપિસોડમાં સંબંધો સચવાતા જોવા મળે છે. પરંતુ આજે એટલે કે બુધવારના એપિસોડમાં એક એવો સીન આવવાનો છે જેની દરેક અનુજ-અનુપમા એટલે કે #MaAn ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આજે આવનારા એપિસોડમાં આપણે જોઈશું કે બા અને બાપુજીની વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત ફોટોશૂટ દ્વારા થશે. આ ફોટોશૂટમાં બા અને બાપુજી બંને ફિલ્મ ‘ચાંદની’ના શ્રીદેવી અને ઋષિ કપૂરના ગેટઅપમાં જોવા મળશે.આખો પરિવાર અનુપમા સાથે ઉજવણી કરશે. અનુપમા બા અને બાપુજીની નજર ઉતારવાનું કહેશે

ફોટોશૂટ સમયે બા એટલે કે લીલા તેના ભાઈ અને પુત્રવધૂને યાદ કરીને રડશે. તે કહેશે કે જ્યાં સુધી ડોલી, સંજય અને ભાઈ મારાથી નારાજ છે ત્યાં સુધી ખુશીઓ અધૂરી છે. પણ ટૂંક સમયમાં સંજય અને ડોલી દરવાજા પર આવશે. તેની સાથે મામાજી પણ ભવ્ય એન્ટ્રીથી દરેકના ચહેરા પર સ્મિત લાવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ બધાની વચ્ચે આખો પરિવાર એકસાથે ખુશ છે પણ કાવ્યા પોતાની જાતને એકલી અનુભવશે. તે ફરી એકવાર અનુપમાને ગમે તેમ બોલશે. વનરાજ તેની અવગણના કરશે અને તે વાતનો દોષ તે મનમાં અનુપમા પર ઢોળશે. તે કહેશે કે પોતે બધું મેળવી લીધા છતાં કેમ અનુપમા ખુશ છે ?

આમાં જ્યારે અનુજ અને ગોપી કાકા ઘરમાં પ્રવેશશે ત્યારે આખા પરિવારના ચહેરાના રંગ ઉડી જશે. તેમના આવતાની સાથે જ બધા વિચારશે કે લડાઈ થશે, પરંતુ ઉલટું, બા જઈને બંનેનું સ્વાગત કરશે અને આવવા બદલ તેમનો આભાર માનશે. તે તેના કાર્યો માટે માફી પણ માંગશે. પણ અનુજને જોઈને વનરાજ ઝડપથી તેની તરફ આગળ વધશે. આખા પરિવારને લાગે છે કે વનરાજ ફરી એકવાર અસભ્ય વર્તન કરશે. પરંતુ બા વનરાજને ઈશારો કરે છે અને તે હાથ જોડીને અનુજની તેની ક્રિયાઓ માટે માફી માંગે છે અને તેને ઘરે આવવા બદલ આભાર માનીને તેનું સ્વાગત કરે છે. આ બધું જોઈને અનુપમા ખુશીથી ઝળહળતી જોવા મળશે

આ પણ વાંચો –

World Aids Day: શા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો આજ સુધી એઇડ્સની રસી નથી બનાવી શક્યા? જાણો 6 મોટા કારણો

આ પણ વાંચો – Bank Holidays in December 2021 : જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, જાણો ક્યારે રહેશે બેંક બંધ

Next Article