Anupama: કાવ્યાએ સાવકા પુત્રને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, વાસ્તવિક જીવનમાં સારા મિત્રો છે પારસ અને મદાલસા

|

Nov 10, 2021 | 12:02 AM

આજે અનુપમા (Anupama)ના ઓનસ્ક્રીન પુત્ર સમર ઉર્ફે પારસ કલનાવત (Paras Kalnawat)નો જન્મદિવસ છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર મનોરંજન ઉદ્યોગના ઘણા કલાકારો અને તેના મિત્રો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Anupama: કાવ્યાએ સાવકા પુત્રને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, વાસ્તવિક જીવનમાં સારા મિત્રો છે પારસ અને મદાલસા
Paras Kalnavat, Madalsa Sharma

Follow us on

સ્ટાર પ્લસ (Star Plus)નો શો ‘અનુપમા’ (Anupama) દિવસેને દિવસે સફળતાની નવી સીડી ચઢી રહ્યો છે. બીજી તરફ સીરિયલના કો-સ્ટાર્સ એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરતા જોવા મળે છે. નોંધનીય છે કે અનુપમા સિરિયલમાં જે કલાકારો એકબીજાને ઓનસ્ક્રીન પસંદ નથી કરતા તેઓ ઑફસ્ક્રીન પર એકબીજાના ખૂબ સારા મિત્રો છે. ‘અનુપમા’ કલાકારો પારસ કલનાવત (Paras Kalnavat) અને મદાલસા શર્મા (Madalsa Sharma) તે કલાકારોમાંથી એક છે. આજે પારસના જન્મદિવસ પર મદાલસાએ જે રીતે તેને શુભેચ્છા પાઠવી છે, તે તેમની મિત્રતાની સાક્ષી છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અનુપમા સિરિયલમાં પારસ અનુપમાના પુત્ર સમર (Samar)નું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે મદાલસા શર્મા ઉર્ફે કાવ્યા (Kavya) સમરની સાવકી માતાની ભૂમિકા ભજવી રહી છે. શોમાં તેમના પાત્રો એકબીજાને બિલકુલ પસંદ નથી કરતા. સમરની ટીમ અનુપમાનો ભાગ હોવાને કારણે કાવ્યા તેમને નફરત કરે છે અને સમર તેની માતાની દુનિયાને બરબાદ કરનાર કાવ્યાને પણ સહન કરી શકતો નથી. જો કે તમને જણાવી દઈએ કે ઓફસ્ક્રીન બંને મિત્રો જેવા છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા વીડિયો જોઈ શકાય છે, જેમાં બંનેનું ખાસ બોન્ડ જોવા મળે છે.

 

 

ઘણા સારા મિત્રો છે પારસ અને મદાલસા

તાજેતરમાં મદાલસાએ તેના સોશિયલ મીડિયા પર એક મોટી પોસ્ટ લખીને પારસને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મદાલસાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું- “હેપ્પી બર્થ ડે પારસ કલનાવત અને તેમને આ દિવસની ઘણી બધી શુભેચ્છાઓ. એક વર્ષ પહેલા હું તમને એર કો-સ્ટાર તરીકે મળી હતી. જેમ જેમ આ પ્રવાસ આગળ વધતો ગયો તેમ તેમ મને તમારા વિશે ખબર પડી. તમે મારા સૌથી ખાસ મિત્રોમાંના એક બની ગયા છો. તમે એક ખુબજ સારા વ્યક્તિ છો, એક સહાયક મિત્ર છો.”

 

પારસ સાથે પોસ્ટ કર્યો વીડિયો

મદાલસા આગળ કહે છે કે મને મારા જીવનમાં તમારા વિશે જાણીને ખુબજ ગમ્યું. તમે માત્ર એક સમર્પિત, શિસ્તબદ્ધ અને મહેનતુ વ્યક્તિ જ નથી પરંતુ અમારી પેઢીના હીરો પણ છો. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો. હેપ્પી બર્થડે બડી. આ પોસ્ટ સાથે તેણે પારસ સાથેનો તેનો શાનદાર વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં બંને ‘ટિપ ટિપ બરસા પાની’ પર ડાન્સ કરતા જોવા મળે છે.

 

 

આ પણ વાંચો :- Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો

 

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?

 

Published On - 11:59 pm, Tue, 9 November 21

Next Article