Ankita Lokhande Haldi : લગ્નના એક દિવસ પહેલા અંકિતા લોખંડેના ચહેરા પર વિક્કી જૈનનો રંગ, જુઓ હલ્દી સેરેમનીનો વીડિયો

અંકિતા લોખંડે અને વિકી જૈન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલા જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

Ankita Lokhande Haldi : લગ્નના એક દિવસ પહેલા અંકિતા લોખંડેના ચહેરા પર વિક્કી જૈનનો રંગ, જુઓ હલ્દી સેરેમનીનો વીડિયો
Ankita Lokhande haldi
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:56 PM

અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) ના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે રવિવારે અંકિતા અને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain)ની મહેંદી સેરેમની (Mehndi Seremni) અને સગાઈ હતી. આ પછી, સોમવારે બંનેએ હલ્દી (પીઠી) સેરેમની કરી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયો અને તસવીરોમાં તમે અંકિતાને હળદરથી નહાતી જોઈ શકો છો.

આમાંથી એક વીડિયોમાં તમે અંકિતા લોખંડેને બ્રાઈટ રેડ કલરનો સલવાર કમીઝ પહેરેલી જોઈ શકો છો. અંકિતા તેના બોયફ્રેન્ડ વિકીનો હાથ પકડીને હલ્દી સેરેમનીના સ્થળે આવતી જોવા મળે છે. તે જ સમયે, તમે વિકી જૈનને ઑફ-વ્હાઇટ શેરવાની અને ધોતી પહેરેલા જોઈ શકો છો. તેણે બ્લેક સનગ્લાસ સાથે તેના લુકને મેચ કર્યો છે.

 

હલ્દી(પીઠી) સ્થળને વાદળી અને સફેદ પડદાવાળા ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. વીડિયોમાં તમે જોશો કે અંકિતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા ખાનવિલકર આ કપલનું ખૂબ જ શાનદાર રીતે સ્વાગત કરે છે. આ સિવાય જો અંકિતાની વાયરલ થઈ રહેલી તસવીરની વાત કરીએ તો તેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેના ચહેરા પર પિયા વિકી જૈનના નામની હળદર છે. તેના વાળમાં ગુલાબના પાંદડા પડી ગયા છે.

અંકિતા લોખંડે તેની હલ્દી સેરેમનીમાં તેના મંગેતર વિકી અને તેના મિત્રો સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. એક વિડિયોમાં તમે જોશો કે અંકિતા અને વિકીને તેમના મિત્રો અને પરિવારજનો તેમના હાથોથી ઊંચા કર્યા છે અને બંને ખૂબ જ મસ્તીથી ભરપૂર અંદાજમાં ડાન્સ કરી રહ્યાં છે. તેમનો ચહેરો અને કપડાં બંને પીઠીથી રંગેલા છે. તેમનો આ વીડિયો જોઈને લાગે છે કે બંને તેમના ખાસ દિવસને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલા જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ  મંગળવારે અંકિતા અને વિકી લગ્નના સાત ફેરા લેશે. બંનેના લગ્નનું આયોજન મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં કરવામાં આવ્યું છે. બંનેએ પોતાના લગ્ન માટે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોને આમંત્રણ મોકલ્યું છે.

આ પણ વાંચો: KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, 6 જવાન ઘાયલ