Anita Hassanandani એ પુત્રને જન્મ આપ્યો, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

|

Feb 10, 2021 | 11:26 AM

ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. તેના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી.

Anita Hassanandani એ પુત્રને જન્મ આપ્યો, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
અનીતા

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બાદ ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીના ઘરે પારણું બંધાયું છે. અનિતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. અનિતાના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી. રોહિતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં અનિતા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ફોટો સાથે કેપ્શનમાં રોહિતે માહિતી આપી હતી કે અનિતાએ પુત્રને જન્મ આપ્યો છે. લખું છે કે ‘It’s a boy’. ઘણી હસ્તીઓએ રોહિતની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. પહેલીવાર માતા-પિતા બનવા બદલ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. આ ઉપરાંત અનીતા અને રોહિતની હોસ્પિટલની તસ્વીરો પણ વાયરલ થઇ રહી છે.

 

 

લગ્નના આઠ વર્ષ બાદ બન્યા માતા-પિતા
અનિતા અને રોહિતના વર્ષ 2013 માં લગ્ન થયા હતા. લગ્નના 8 વર્ષ પછી અનિતા અને રોહિત પહેલીવાર પેરેટાસ બન્યા. અનિતાએ સોશ્યલ મીડિયા દ્વારા તેની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. અનિતાના 39 વર્ષના હોવાને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી, જેના જવાબમાં રોહિતે કહ્યું હતું કે અમે અમારા બાળક માટે બેંક બેલેન્સ વ્યવસ્થિત કરવા માંગતા હતા, જેથી તેનો ઉછેર સારી રીતે થાય. કોણ શું કહે છે તે વિશે અમને ફરક નથી પડતો.

 

Published On - 11:25 am, Wed, 10 February 21

Next Article