રશિયા-યુક્રેન વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જાતિવાદ,અભિનેત્રી સોનમ કપૂર થઈ ગુસ્સે

|

Mar 09, 2022 | 6:51 AM

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

રશિયા-યુક્રેન વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જાતિવાદ,અભિનેત્રી સોનમ કપૂર થઈ ગુસ્સે
Actress Sonam Kapoor angry over racism

Follow us on

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 મા દિવસે પણ યુદ્ધની (Russia Ukraine Crisis) સ્થિતિ છે. આ દરમિયાન યુદ્ધગ્રસ્ત શહેર સુમીમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students) બહાર કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,આ પહેલા સુમીમાં ફસાયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો વીડિયો શેર કર્યો હતો. જેના પરથી ખબર પડી કે તેને ટ્રેનમાં ચડતા અટકાવવામાં આવી રહ્યો છે અને તે સ્થાનિક દુકાનોમાં પણ જાતિવાદનો સામનો કરી રહ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર થઈ ગુસ્સે

આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે(Actress Sonam Kapoor)  પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોનમે આ સમાચાર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.સાથે જ તેણે ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ જાતિવાદ પર ટિપ્પણી કરી છે.

ભારતે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર વિનંતીઓ કરવા છતાં, ભૂતપૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોર( Safe Corridor)  બનાવવામાં આવ્યો ન હતો. જોકે હવે તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા સોનલ કપૂરે લખ્યું છે કે ‘ભારતીય લોકો આ યુદ્ધમાં બંને તરફથી જાતિવાદનો સામનો કરી રહ્યા છે. ભારતીય લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે નિંદનીય છે તે તરત જ સમાપ્ત થવુ જોઈએ.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આફ્રિકન વિદ્યાર્થીઓ પણ જાતિવાદ શિકાર

તમને જણાવવુ રહ્યુ કે, માત્ર ભારતીય લોકો જ નહીં આફ્રિકાના ઘણા વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના જાતિવાદનો સામનો કરી રહ્યા છે. એક આફ્રિકન મેડિકલ સ્ટુડન્ટે CNNને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અને અન્ય વિદેશીઓને તેમના રંગને કારણે યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચેના ચેકપોઇન્ટ પર જાહેર પરિવહન બસમાંથી ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બસમાંથી ઉતર્યા પછી તેને એક બાજુ ઊભા રહેવાનું કહેવામાં આવ્યું કારણ કે લોકોએ કહ્યું કે માત્ર યુક્રેનિયન નાગરિકો જ બસમાં બેસી શકે છે.

જાણો નાઇજિરિયન વિદ્યાર્થીનું શું કહેવું છે ?

નાઈજિરિયન વિદ્યાર્થીના વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક અધિકારીએ તેને કહ્યું, “જો તમે કાળા છો તો તમારે બસમાં બેસવુ ન જોઈએ.” આ વિદ્યાર્થીએ કહ્યું હતું કે તે હંગેરી પહોંચતાની સાથે જ તે નાઈજીરિયાની ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેણે કહ્યું કે આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેને વારંવાર કહેવામાં આવ્યું કે જો તમે કાળા છો, તો તે તમારા માટે ડિસએડવાન્ટેઝ છે.

આ પણ વાંચો : Bollywood News: સ્વરાએ પોતાના પાત્રો અને ફિલ્મો વિશે કરી વાત, ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી મળી લોકપ્રિયતા

Next Article