ટોલીવુડ માટે રાહત પેકેજની ઘોષણા, ચિરંજીવી અને અન્ય કલાકારોએ CM જગમોહન રેડ્ડીનો માન્યો આભાર
કોરોના મહામારીની અસર માત્ર બોલીવુડ જ નહીં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલિવૂડ (Tollywood) પર પણ પડી છે. કોરોના મહામારીમાંથી ઊગરવા માટે આંધ્રપ્રદેશ સરકારે (Andhra Pradesh Government) ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ભેટ આપી છે.
કોરોના મહામારીની અસર માત્ર બોલીવુડ જ નહીં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલિવૂડ (Tollywood) પર પણ પડી છે. કોરોના મહામારીમાંથી ઊગરવા માટે આંધ્રપ્રદેશ સરકારે (Andhra Pradesh Government) ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી વાયએસ જગમોહન રેડ્ડી (CM YS Jaganmohan Reddy)ની નેતૃત્વવાળી આંધ્રાપ્રદેશ સરકારે મંગળવારે ફિલ્મ થિયેટર માલિકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે રાહત પેકેજનું એલાન કર્યું છે.
સરકારના આ નિર્ણયથી ચિરંજીવી (Chiranjivee) જેવા ઘણા કલાકારોએ ખુશ થઈને મુખ્યમંત્રી રેડ્ડીનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે સરકારે 2020ના ત્રણ મહિનાના નિર્ધારિત શુલ્કને માફ કરી દીધા છે. જુલાઈથી સપ્ટેમ્બર 2020 સુધીની અવધિ માટે છ મહિના સુધી ચૂકવણીઓ સ્થગિત કરી દીધી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિર્ભર હજારો પરિવારોને મળશે લાભ
થિયેટર એક્સિબિટર્સ દ્વારા લેવામાં આવતી લોન પર વ્યાજ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણી વસ્તુઓની ઘોષણા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ સરકારના આ પગલાથી એક્સિબિટર્સને કોરોનામાંથી નીકળવામાં મોટી મદદ મળશે. તે જ સમયે, મેગાસ્ટાર ચિરંજીવી, નિર્માતા દિલ રાજુ અને અન્ય ફિલ્મ હસ્તીઓએ આ રાહત પેકેજ માટે સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માન્યો છે.
ચિરંજીવીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે- “કોવિડના સમય દરમિયાન ફિલ્મ ઉદ્યોગ માટે રાહત પેકેજની ઘોષણા કરવા બદલ માનનીય સીએમ શ્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીનો મારો હૃદયપૂર્વક આભાર.” તમારો સહાનુભૂતિપૂર્ણ ટેકો આ ઉદ્યોગ પર નિર્ભર હજારો પરિવારોને મદદ કરશે. ”
My hearty thanks to Hon’ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021
નિર્માતા દિલ રાજુએ તેમના પ્રોડક્શન હાઉસ પરથી ટ્વીટ કર્યું- “રોગચાળાથી ખરાબ રીતે અસર પામેલા તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે જરૂરી રાહત પગલાં બદલ અમે આંધ્રપ્રદેશના માનનીય સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માનું છું.”
We sincerely thank Honourable CM of Andhra Pradesh @ysjagan garu & @AndhraPradeshCM for the much needed relief measures to the Telugu Film Industry which is severely hit by the pandemic. pic.twitter.com/7Bmt2302zU
— Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2021
તમને જણાવી દઈએ કે ગત વર્ષના દેશવ્યાપી લોકડાઉનને કારણે ફિલ્મ્સના શૂટિંગ અને રિલીઝ બંધ થવાના કારણે થિયેટર માલિકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓના ખિસ્સા પર ભારે અસર પડી હતી. અનલોક પ્રક્રિયા પછી થિયેટરોમાં ફિલ્મો રજૂ કરવામાં આવી, પરંતુ કેટલાક કડક નિયમો સાથે ફિલ્મની રજૂઆત પછી, સિનેમાને સાત મહિના બંધ હોવાને કારણે સિનેમાની ખોટ થવાને કારણે માલિકો નુકસાનની ભરપાઈ નથી કરી શકતા. આવી સ્થિતિમાં રાહત પેકેજ તેમના માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો: ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન