
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. હવે લગ્ન પહેલા અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત-રાધિકા ઇટાલીમાં ક્રૂઝ પર લક્ઝુરિયસ રીતે તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યા છે. આ ફંક્શનમાં આકર્ષણ વધારવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફંક્શનમાંથી પોપ સ્ટાર કેટી પેરીના પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો છે, હવે પાર્ટીની કેટલીક અણ દેખાતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં અનંત અને રાધિકીની પહેલી ઝલક જોવા મળી છે.
પ્રી-વેડિંગમાંથી કપલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની એક ઝલક પણ જોવા મળી હતી. અનંત અંબાણી બ્લુ સી-સાઇડ પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળ્યા હતા જ્યારે રાધિકા મર્ચન્ટ ગુલાબી સ્લીવલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં તે ‘બાર્બી’ જેવી લાગી રહી હતી.
અનંત અંબાણીના લગ્ન પહેલાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને અભિનેત્રી અનન્યા પાંડે ‘તેનુ લેકે મેં જવાંગા’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.
લોકપ્રિય ટેનર એન્ડ્રીયા બોસેલી અને રેપર પિટબુલે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું. સ્ટાર પરફોર્મરના આ પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે.
અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાંથી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પહેલી ઝલક પણ સામે આવી છે. ઈશા ક્રુઝ પર સનગ્લાસ સાથે ઓલ વ્હાઇટ લુકમાં પોઝ આપતી જોવા મળી હતી.