ઉ.પ્રદેશના ખેડૂતોને અમિતાભ બચ્ચને કરી એવી મદદ કે જે રાજ્ય સરકાર પણ કરી ન શક્યું !!!

|

Nov 28, 2018 | 7:03 AM

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ઉદારતાનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે. થોડાં સમય પહેલાં બચ્ચન દ્વારા વિદર્ભના 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. જે પછી તાજેતરમાં તેમણે ઉ.પ્રદેશમાં 1398 ખેડૂતોનું આશરે રૂ. 4.05 કરોડ દેવું ચુકવ્યું છે. પોતાના બ્લોગ પર આ અંગે માહિતી આપી છે. શું લખ્યું છે બ્લોગ પર? અમિતાભે બ્લોગ પર લખ્યું છે […]

ઉ.પ્રદેશના ખેડૂતોને અમિતાભ બચ્ચને કરી એવી મદદ કે જે રાજ્ય સરકાર પણ કરી ન શક્યું !!!
Amitabh Bacchan_Tv9

Follow us on

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ઉદારતાનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે. થોડાં સમય પહેલાં બચ્ચન દ્વારા વિદર્ભના 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. જે પછી તાજેતરમાં તેમણે ઉ.પ્રદેશમાં 1398 ખેડૂતોનું આશરે રૂ. 4.05 કરોડ દેવું ચુકવ્યું છે. પોતાના બ્લોગ પર આ અંગે માહિતી આપી છે.

શું લખ્યું છે બ્લોગ પર?

બ્લોગમાં આપી માહિતી

અમિતાભે બ્લોગ પર લખ્યું છે કે, ખેડૂતોને વન ટાઇમ સેટલમેન્ટ (OTS) પ્રમાણપત્ર મળ્યા છે. તમામ ખેડૂતોને મુંબઇ લાવવાનું શક્ય નથી. જેના માટે આશરે 70 ખેડૂતોને 25 નવેમ્બરના મુંબઇ લાવવામાં આવશે. જેના માટે તેમણે ટ્રેનનો એક કોચ બુક કરાવ્યો છે. જે પછી 26 ખેડૂતોને મળીને તેઓ પ્રમાણપત્ર આપશે.

પોતાના બ્લોગમાં તેમણે લખ્યું છેકે, ઉ.પ્રદેશમાં જે 1398 ખેડૂતોની બેન્ક લોન ચૂકાવવા માટે વિચાર કર્યો હતો, તે પરિપૂર્ણ થઇ રહ્યું છે. બેન્કમાં તેમના નામ પર વન ટાઇમ સેટલમેન્ટ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. તેમજ તેમાંથી તમામને મુંબઇ લાવવાનું શક્ય નથી તેથી 70 જેટલાં ખેડૂતોને મુંબઇ લાવવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્યાંથી મળી હતી પ્રેરણા

આ પછી તેમણે કોન બનેગા કરોડપતિના પ્રમોશન દરમિયાન ખેડૂતોની આત્મહત્યા પ્રતિ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જેના પર તેમણે કહ્યું હતું કે, ખેડૂતો 10 હજાર, 15 હજાર 20 હજાર જેવી નાની રકમ માટે આત્મહત્યા કરી રહ્યા છે. તેમનું દેવું મેં ચુકાવ્યું છે. આશરે 200 જેટલાં ખેડૂત પરિવારોનું 1.25 કરોડ દેવું ચુકાવ્યું છે.

અગાઉ પણ કરી હતી મદદ

થોડાં સમય પહેલાં એક સરકારી એજન્સીના માધ્યમથી અમિતાભે 44 પરિવારોના જવાનોને મદદ કરી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, 44 શહીદોના પરિવારથી 112 લોકોને નાની મદદ પહોંચાડવામાં આવી છે.

[yop_poll id=49]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Published On - 6:26 am, Wed, 21 November 18

Next Article