Allu Arjun Pushpa 2: અકસ્માતનો ભોગ બની ‘પુષ્પા 2’ ટીમની બસ , કેટલાક લોકો ઘાયલ

|

May 31, 2023 | 11:55 PM

Allu Arjun Pushpa 2: આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાકને સામાન્ય ઈજા થઈ છે. આ અકસ્માત અંગે પુષ્પા 2 ની ટીમ દ્વારા સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Allu Arjun Pushpa 2: અકસ્માતનો ભોગ બની પુષ્પા 2 ટીમની બસ , કેટલાક લોકો ઘાયલ
Allu arjun pushpa 2

Follow us on

Pushpa 2: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો આ વર્ષે જ આ ફિલ્મ જોવા મળશે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પુષ્પા 2 ટીમની બસને અકસ્માત નડ્યો હતો.અહેવાલો અનુસાર, પુષ્પા 2 ના ક્રૂ મેમ્બર્સને લઈ જતી બસ મુસાફરી કરી રહી હતી ત્યારે તે તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં બીજી બસ સાથે અથડાઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાકને સામાન્ય ઈજા થઈ છે. આ અકસ્માત અંગે પુષ્પા 2 ની ટીમ દ્વારા સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Video: ટ્રોલ થયા બાદ સારા અલી ખાનનું મોટું નિવેદન, કહ્યું- ‘મહાકાલ જેટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે અજમેર શરીફ પણ જઈશ’

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ તારીખે રિલીઝ થશે

વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ એવો ધમાકો મચાવ્યો હતો કે ત્યારથી બધા આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. સત્તાવાર રીતે પુષ્પા 2 ની પણ જાહેરાત કરવામાં આવી છે. થોડા સમય પહેલા નિર્માતાઓએ પુષ્પા 2નો ટીઝર વીડિયો અને અલ્લુ અર્જુનનું પોસ્ટર રીલીઝ કર્યું હતું, જેણે ચાહકોના ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો. ટીઝર અને પોસ્ટર સામે આવ્યા પછી, ચાહકો આ ફિલ્મ માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પુષ્પા 2 ક્યારે જોવા મળશે.

આ પણ વાંચો : હસબન્ડ ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી માટે કહી આ વાત

પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે?

જોકે સત્તાવાર રીતે પુષ્પા 2 ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ 22 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં આવી શકે છે.

અત્યાર સુધી, મેકર્સ દ્વારા રિલીઝ ડેટ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ જો આવું થાય છે તો પુષ્પા 2 શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સાથે ટક્કર કરતી જોવા મળી શકે છે. ડંકીનું નિર્દેશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાની કરી રહ્યા છે. આ ફિલ્મ પણ ડિસેમ્બરમાં જ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ શાહરૂખ ખાન સાથે જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:49 pm, Wed, 31 May 23

Next Article