Bell Bottomને જોવા માટે બેચેન છે અક્ષય કુમારના ચાહકો, ઝડપથી થઈ રહી છે એડવાન્સ બુકિંગ

|

Aug 14, 2021 | 11:41 PM

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેલ બોટમનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ચાહકો ઝડપથી ફિલ્મ જોવા માટે તેમની ટિકિટ બુક કરી રહ્યા છે.

Bell Bottomને જોવા માટે બેચેન છે અક્ષય કુમારના ચાહકો, ઝડપથી થઈ રહી છે એડવાન્સ બુકિંગ
Akshay Kumar

Follow us on

અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે, જે કોવિડ પછી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

 

ચાહકો લાંબા સમયથી અક્ષયની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, જેનો પુરાવો તેમની ફિલ્મના બુકિંગ પરથી જાણી શકાય છે. ચાહકોએ તેમની ફિલ્મ જોવા માટે ઝડપથી ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા (Komal Nahta)એ ટ્વીટ કરીને કહ્યું કે ‘લોકો મોટા પ્રમાણમાં થિયેટરોમાં પાછા ફરવાના છે. બેલ બોટમની એડવાન્સ બુકિંગ ખૂબ સારી રીતે ચાલી રહી છે. બુકિંગ વિન્ડો ખોલ્યાની 30 મિનિટમાં જયપુરના રાજ મંદિર સિનેમાઘરમાં સાંજનો શો (50% ક્ષમતા પર) ફુલ થઈ ગયો છે.’

 

 

આ પહેલા કોમલ નાહટાએ કહ્યું હતું કે ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડ કમાઈ શકે છે. કોમલ કહે છે કે થિયેટરો માત્ર 50 ટકા ક્ષમતા પર ખુલશે અને રાત્રે 10 વાગ્યા પછી થિયેટરો બંધ થઈ જશે તો તે મુજબ ફિલ્મ પહેલા દિવસે 7 કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે. એટલું જ નહીં, કોમલે એમ પણ કહ્યું કે જો ફિલ્મ કોવિડ દરમિયાન રિલીઝ ન થઈ હોત અને આખા થિયેટરો કોઈ પણ પ્રતિબંધ વગર ખુલ્લા હોત તો આ ફિલ્મ પહેલે દિવસે ઓવરઓલ 100 કરોડથી વધુનું કલેક્શન કરી શકતી.

 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન રંજીત તિવારીએ કર્યું છે અને બતાવવામાં આવ્યું છે કે વિમાન હાઈજેક થયા બાદ અક્ષય કેવી રીતે 210 હોસ્ટેઝને બચાવશે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત હુમા કુરેશી, લારા દત્તા અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડના કારણે રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને હવે 19 ઓગસ્ટના રોજ તમામ થિયેટરોમાં ફિલ્મ જોઈ શકાશે.

 

 

અક્ષય જોરશોરથી કરી રહ્યા છે પ્રમોશન

અક્ષય પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે અને તે ઈચ્છે છે કે વધુમાં વધુ દર્શકો આ ફિલ્મનો આનંદ માણે.

 

આ પણ વાંચો :- Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને

 

 

આ પણ વાંચો :- દીકરીના લગ્ન માટે Anil Kapoorએ કરી છે જોરદાર તૈયારી, Photosમાં જુઓ કે કેવું ખાસ રીતે શણગારવામાં આવ્યું છે ઘર

Next Article