અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ આ તારીખે થિયેટર્સમાં મચાવશે ધૂમ, જાણો રિલીઝ ડેટ

|

Feb 19, 2021 | 4:27 PM

બેલ બોટમ એ ફિલ્મ છે જેનું શૂટિંગ અક્ષય અને તેની ટીમે કોરોના રોગચાળા વચ્ચે કર્યું હતું. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો જ્યાં તેણે માત્ર 35 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું હતું.

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ આ તારીખે થિયેટર્સમાં મચાવશે ધૂમ, જાણો રિલીઝ ડેટ
અક્ષય કુમાર

Follow us on

અક્ષય કુમારના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેતાની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો ત્યારથી જ આ ફિલ્મ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા થઈ ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં સ્ક્રીન પર રજૂ થવાની છે. અક્ષયે આ ફિલ્મનું શૂટિંગ કોરોના વચ્ચે શરૂ કર્યું હતું અને દરેક જણ ફિલ્મની રિલીઝ ડેટ આવી જવાથી ખુબ ખુશ છે.

રણજિત તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બેલ બોટમ 28 મે, 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા અને આદિલ હુસેન આ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ 2 એપ્રિલ 2021 ના ​​રોજ ગુડ ફ્રાઇડે વીકએન્ડ પર રિલીઝ થવાની હતી, પરંતુ પાછળથી કેટલાક કારણોસર તારીખ બદલવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

35 દિવસમાં થયું ફિલ્મનું શૂટિંગ
બેલ બોટમ એ ફિલ્મ છે જેનું શૂટિંગ અક્ષય અને તેની ટીમે કોરોના રોગચાળા વચ્ચે કર્યું હતું. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગ માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો જ્યાં તેણે માત્ર 35 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું હતું. ફિલ્મનો એક લૂક થોડા સમય પહેલા રિલીઝ થયો હતો. અક્ષયની આ ફિલ્મ 1980 ના દાયકા પર આધારીત છે. જેમાં તે રોના એજન્ટની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

આજકાલ ફિલ્મના એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ફિલ્મની રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે. જોવાનું એ છે કે સિનેમાઘરોમાં રિલીઝ બાદ ફિલ્મ ચાહકોનેકેટલી ગમે છે.

Published On - 4:26 pm, Fri, 19 February 21

Next Article