અક્ષરા સિંહે Bigg Boss OTTના ઘરમાં એન્ટ્રી કર્યા બાદ ફેન્સની માફી માંગી, જાણો શું છે કારણ

ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં અક્ષરા સિંહે (Akshara Sinh) બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યારે BBના ઘરમાં એન્ટ્રી કર્યા બાદ, અક્ષરાએ ઇન્સ્ટાગ્રામ(Instagram) પર એક વીડિયો શેર કરીને ચાહકોની માફી માંગી છે.

અક્ષરા સિંહે Bigg Boss OTTના ઘરમાં એન્ટ્રી કર્યા બાદ ફેન્સની માફી માંગી, જાણો શું છે કારણ
Akshara singh (File Photo)
| Edited By: | Updated on: Aug 09, 2021 | 2:47 PM

બિગ બોસ OTTનું પ્રિમીયર રવિવારથી વૂટ એપ પર જોવા મળી રહ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ દમદાર સ્પર્ધકોએ શોમાં એન્ટ્રી કરી છે. ટીવીથી લઈને ભોજપુરી સુધીના સેલેબ્સે આ વખતે બિગ બોસમાં (Bigg Boss)જોવા મળી રહ્યા છે. જેમાં ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે પણ બિગ બોસ OTT માં દમદાર સ્ટાઈલથી પ્રવેશ કર્યો છે.

અક્ષરા સિંહએ ભોજપુરી સિનેમાનો (Bhojpuri Cinema) ચમકતો સિતારો છે. અક્ષરાએ અત્યાર સુધીમાં અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં ચાહકો પણ અક્ષરાને બિગ બોસના ઘરમાં જોવા માટે આતુર છે. ત્યારે રિયાલિટી શોમાં (Reality show)પ્રવેશ કર્યા બાદ અભિનેત્રીએ ચાહકો માટે એક વીડિયો (Video) શેર કર્યો છે.

અક્ષરાએ ફેન્સની માફી માંગી

બિગ બોસના ઘરમાં એન્ટ્રી કર્યા બાદ તરત જ અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ (Instagram)પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અક્ષરા સંપૂર્ણ મેકઅપ સા(Makeup)થે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. વીડિયોમાં અક્ષરા કહે છે કે, હું મારા કાન પકડીને માફી માંગુ છું કે હું તમને કહી ન શકી કે હું બિગ બોસમાં જાઉં છું, પણ માફ કરશો મેં તમારી સાથે બધું જ શેર કર્યું છે પણ હું આ કરી શેર કરી શકી નહિ. વધુમાં કહ્યું કે, હું યુપી બિહારને (Bihar)પ્રસ્તુત કરવા જઈ રહી છું, તેથી તમારા આશીર્વાદ અને પ્રેમ આપજો.

 

 

બિગ બોસમાં અક્ષરા સિંહની એન્ટ્રી

બિગ બોસમાં એન્ટ્રી વખતે અક્ષરા સિંહે ‘સાવન મેં લગ ગયી આગ’ ગીત પર ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. અભિનેત્રીની સ્ટાઈલથી અનેક ચાહકોને મંત્રમુગ્ઘ કર્યા હતા. શોના હોસ્ટ કરણ જોહર (Karan Johar) પણ અક્ષરાના ડાન્સથી પ્રભાવિત થયા હતા. આપને જણાવવું રહ્યું કે, કોરિયોગ્રાફર નિશાંત ભટ્ટે અક્ષરાને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ‘આલિયા ભટ્ટ’ કહી હતી. શોમાં પ્રવેશતા પહેલા અક્ષરા સિંહે કરણનાથ અને પ્રતીક સહજપાલને (Pratik Sahajpal)પસંદ કર્યા. જેમાં તેમને અક્ષરા સાથે ડાન્સ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અક્ષરા બિગ બોસના ઘરમાં કેટલા દિવસો સુધી રહે છે.

 

આ પણ વાંચો: કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી

આ પણ વાંચો: Happy Birthday: હંસિકા મોટવાનીની સુંદરતાના છે અનેક કાયલ, અભિનેત્રીના નામ પર બનાવ્યું છે મંદિર