શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી ઐશ્વર્યા શર્મા, ઈન્સ્ટા પર ફેન્સ સાથે શેર કરી હેલ્થ અપડેટ

|

Mar 18, 2024 | 1:14 PM

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની મુલાકાત 'ગમ હૈ કિસી કે પ્યાર મેં'ના સેટ પર થઈ હતી. બંનેએ સાથે 'બિગ બોસ' કર્યું હતું. હવે ફરી એકવાર બંને કલર્સ ટીવીના 'હોલી સ્પેશિયલ' શૂટમાં જોવા મળવાના છે. ઐશ્વર્યા અને નીલ આ શોમાં શાનદાર પરફોર્મન્સ આપશે અને સાથે જ બંને 'સુહાગન' સિરિયલના આ સ્પેશિયલ એપિસોડને પણ હોસ્ટ કરવાના છે.

શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી ઐશ્વર્યા શર્મા, ઈન્સ્ટા પર ફેન્સ સાથે શેર કરી હેલ્થ અપડેટ
Aishwarya Sharma

Follow us on

બિગ બોસ 17ના ફેમસ કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તાજેતરમાં માધુરી દીક્ષિતના રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં તેમના પરફોર્મન્સ કર્યો હતો. હવે આ લોકપ્રિય ટીવી કપલ કલર્સ ટીવી સિરિયલ ‘સુહાગન’માં ‘હોળી’ની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ‘હોળી સ્પેશિયલ એપિસોડ’ છેલ્લા બે દિવસથી સતત ચાલી રહેલા આ હોળીના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા શર્મા સેટ પર બેહોશ થઈ ગઈ હતી. હવે તેણે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.

હોલી સ્પેશિયલ શોનાં શૂટિંગમાં બેહોશ થઈ એશ્વર્યા શર્મા

વાસ્તવમાં હોસ્ટિંગની સાથે નીલ અને ઐશ્વર્યા પણ ‘હોલી સ્પેશિયલ’ એપિસોડમાં ડાન્સ પરફોર્મન્સ આપવાના છે. શનિવાર, 16 માર્ચ, 2024 ના રોજ શૂટ કરાયેલા આ ડાન્સ પર્ફોર્મન્સ દરમિયાન, ઐશ્વર્યા અચાનક લો બ્લડ પ્રેશરને કારણે બેહોશ થઈ ગઈ. તેને આ રીતે ડાન્સ ફ્લોર પર પડતો જોઈને ત્યાં હાજર નીલ અને ક્રૂએ તરત જ તેને ઉપાડ્યો અને વેનિટી વેનમાં લઈ ગયા. સેટ પર હાજર ડોક્ટરે તેની તાત્કાલિક સારવાર કરી. થોડો સમય આરામ કર્યા બાદ ઐશ્વર્યા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને પોતાનું અધૂરું શૂટિંગ પૂરું કર્યું.

આ ખાસ શૂટને કવર કરવા માટે ચેનલ દ્વારા મીડિયાને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ ઐશ્વર્યા બેહોશ થઈ ગયા પછી, નીલ અને ઐશ્વર્યાની ટીમે બધાને વિનંતી કરી કે આ સમાચાર અને તેના બેહોશ થઈ જવાનો વીડિયો દર્શકો સાથે શેર ન કરો. પરંતુ તેમ છતાં સેટ પરથી આ સમાચાર લીક થયા અને ઐશ્વર્યા-નીલના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની ફેવરિટ અભિનેત્રીની તબિયત અંગે સવાલો પૂછવા માંડ્યા. ફેન્સની વધતી જતી ચિંતાને જોઈને ઐશ્વર્યાએ તેમના માટે એક ખાસ મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

જાણો ઐશ્વર્યાનું શું કહેવું છે

પોતાના મેસેજમાં ઐશ્વર્યાએ લખ્યું કે, “તમારા બધાને નમસ્કાર, મારા પરફોર્મન્સ દરમિયાન જે બન્યું તે પછી મને જે સપોર્ટ મળ્યો તે માટે સૌ પ્રથમ તમારો આભાર. અને ચિંતા કરવાની જરૂર નથી. હું તમને બધાને કહેવા માંગુ છું કે હું બિલકુલ ઠીક છું. તમારો સાથ અને પ્રેમ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. આશા છે કે તમને અમારું ડાન્સ પર્ફોર્મન્સ ગમશે. તે જોજો.

Next Article