kareena kapoor બાદ પિતા સૈફ અલી ખાન સાથે નજરે આવ્યો નાનો પુત્ર, સબાએ શેર કરી તસ્વીર

|

Mar 21, 2021 | 2:41 PM

કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. 21 માર્ચના રોજ કરીનાનો પુત્ર એક મહિનાનો થઇ ગયો છે.

kareena kapoor બાદ પિતા સૈફ અલી ખાન સાથે નજરે આવ્યો નાનો પુત્ર, સબાએ શેર કરી તસ્વીર
સૈફ સાથે જોવા મળ્યો નાનો પુત્ર

Follow us on

બૉલીવુડની બેબો એટલ કે કરીના કપૂર ખાન અને એક્ટર સૈફ અલી ખાનના ઘરે 21 ફેબ્રુઆરીના રોજ બીજી વાર કિલકારી ગુંજી ઉઠી હતી. કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. 21 માર્ચના રોજ કરીનાનો પુત્ર એક મહિનાનો થઇ ગયો છે. ત્યારે સબા પટૌડીએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે.

સબા પટૌડીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક GIF વિડિઓ શેર કરી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તૈમૂર અલી ખાનનો નાનો ભાઈ એક મહિનાનો થઈ ગયો છે. આ સાથે ફોટોમાં કરીના અને સૈફ સાથે નાના મહેમાનો પણ જોવા મળી રહ્યા છે. જો કે, વિડિઓમાં નાના મહેમાનનો ચહેરો દેખાતો નથી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો છે. જોકે હજી સુધી સૈફ અલી ખાન કે કરીના કપૂર ખાને પુત્રના નામનો ખુલાસો કર્યો નથી. તો ફેન્સ પણ કરીના અને સૈફનાં નાના પુત્રની ઝલક જોવા માટે ઘણા ઉત્સુક છે. પરંતુ આ કપલે હજુસુધી કોઈ જાણકારી આપી નથી.

કરીના અને સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ આમિર ખાન સાથેની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં નજરે આવશે. આ ફિલ્મમાં કરીનાની સાથે આમિર ખાન લીડરોલમાં રહેશે. તો બીજી તરફ સૈફ અલી ખાન, ઓમ રાઉતની આદિપુરુષ સિવાય ફિલ્મ ભૂત પોલીસમાં પણ નજરે આવશે.

Next Article