બોલિવુડને લાગી કોરોનાની નજર, એપ્રિલમાં આ શાનદાર ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ

|

Apr 10, 2021 | 4:18 PM

અનેક રાજ્યોમાં કોવિડ -19 ના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કંગનાની ફિલ્મ થલાઇવીની રીલીઝ પણ મોકૂફ રાખવામાં આવી છે.

બોલિવુડને લાગી કોરોનાની નજર, એપ્રિલમાં આ શાનદાર ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ
આ ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ

Follow us on

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં કોવિડ -19 ના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કંગનાની ફિલ્મ થલાઇવીની રીલીઝ પણ મોકૂફ રાખવામાં આવી છે. મેકર્સે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને આની જાણ કરી. આ મહિને માત્ર એક જ ફિલ્મ બાકી છે, જેને પીછે હઠ કરી નથી.

થલાઇવીના નિર્માતા વિષ્ણુ વર્ધન ઈન્દુરીએ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં શૈલેષ આર સિંહ અને ઝી સ્ટુડિયોઝે કહ્યું કે, ” થલાઇવી ટ્રેલર પર અમારા પ્રેક્ષકોના જબરદસ્ત પ્રતિસાદ માટે અમે ખૂબ આભારી છીએ. અમારી ટીમે આ ફિલ્મ માટે ઘણા બલિદાન આપ્યા છે. આ ફિલ્મની યાદગાર મુસાફરીમાં સામેલ તમામ અભિનેતાઓ અને ક્રૂના સમર્થન બદલ તેમનો આભાર.”

આ ફિલ્મ ઘણી ભાષાઓમાં બનેલી હોવાથી, અમે તેને એક જ દિવસે બધી ભાષાઓમાં રિલીઝ કરવા માગીએ છીએ. જો કે, કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, તેને રોકવા માટેના તકેદારીના પગલાઓ અને લોકડાઉન, અમે આ સંજોગોમાં સરકારી નિયમોને પગલે અમારી ફિલ્મ થલાઇવી મુલતવી રાખીએ છીએ, જ્યારે અમારી ફિલ્મ તમામ 23 એપ્રિલે રિલીઝ થવાની તૈયારીમાં છે. અમે રિલીઝ મુલતવી રાખીએ છીએ, પરંતુ ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે પણ ફિલ્મ આવશે અમને આવો જ પ્રેમ મળશે.” કંગનાએ આના પર જવાબ લખીને કહ્યું કે થિયેટરો ખુલશે ત્યારે થિયેટરનો વ્યવસાય સુધરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોરોના વાયરસ રોગચાળાના કારણે માર્ચ મહિનામાં રાણા દગ્ગુબતીની ફિલ્મ હાથી મેરે સાથીની રજૂઆત મોકૂફ થઈ. જો કે ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝનો રિલીઝ કરવામાં આવ્યા હતા. હાથી મેરે સાથી 26 માર્ચે આવવાની હતી. જેમ જેમ મહારાષ્ટ્રમાં કોવિડ -19 કેસની સંખ્યા વધતી ગઈ તેમ તેમ ફિલ્મ્સની રિલીઝની તારીખો પાછી જવા લાગી છે.

યશ રાજ ફિલ્મ્સે બંટી ઔર બબલી 2 ની રજૂઆત મુલતવી રાખવાની ઘોષણા કરી હતી, જે 23 એપ્રિલે થાલાઈવી સાથે રિલીઝ થવાની હતી. 9એપ્રિલે રિલીઝ થવાવાળી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચહેરે પણ મોકૂફરહી. થોડા દિવસો પહેલા અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ પણ મોકૂફ રાખવાની ઘોષણા નિર્માતાઓ દ્વારા કરવામાં આવી હતી, જે 30 એપ્રિલના રોજ આવવાની હતી.

એપ્રિલથી આગળનું આખું કેલેન્ડર ફિલ્મોને લઈને ખાલી છે. ફક્ત એ.આર. રહેમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ 99 સોંગ્સ રિલીઝ થવા માટે બાકી છે, જે 16 એપ્રિલના રોજ થિયેટરોમાં આવવા જઈ રહી. જોકે, આ ફિલ્મ મૂળ તમિળમાં રિલીઝ થવાની છે.

https://twitter.com/KanganaTeam/status/1380510675194286081

આ પણ વાંચો: તાપસી પન્નુએ કંગનાને કેમ કહ્યું – આભાર? કંગનાએ તાપસીને આપ્યો આવો મજેદાર જવાબ

આ પણ વાંચો: TTD મંદિર બોર્ડનો દાવો – આ જગ્યાએ છે ભગવાન હનુમાનનું જન્મસ્થળ, ટૂંક સમયમાં રજૂ કરશે પુરાવા

Published On - 4:17 pm, Sat, 10 April 21

Next Article