આદિવી શેષ ‘મેજર સંદીપ’ના જીવનથી ખૂબ પ્રભાવિત છે, કહ્યું મારામાં 1% તેમના જેટલી સામ્યતા આવી ચુકી છે

|

May 07, 2022 | 10:49 AM

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર બનેલી ફિલ્મ 'મેજર' (Film Major) હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુચર્ચિત ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

આદિવી શેષ મેજર સંદીપના જીવનથી ખૂબ પ્રભાવિત છે, કહ્યું મારામાં 1% તેમના જેટલી સામ્યતા આવી ચુકી છે
Major Film Poster (File Photo)

Follow us on

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના (Major Sandeep) જીવન પર બનેલી ફિલ્મ ‘મેજર’ (Film Major) હવે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-19ને (Covid-19) કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મનું ટ્રેલર આગામી તા. 9 મેના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. જેની માહિતી ફિલ્મના હીરો આદિવી શેષે પોતે ટ્વિટર પર શેર કરી હતી. જો કે, આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થાય તે પહેલા, આદિવી શેષ દિલ્હીમાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા અને તેમને ટ્રેલર બતાવ્યું હતું.

તેમણે એક ફોટોફ્રેમનું અનાવરણ પણ કર્યું હતું, જેના પર મેજર સંદીપનું સૂત્ર ‘જાન દૂંગા, દેશ નહીં’ લખેલું હતું. આ એક ખૂબ જ ખાસ ફિલ્મ બનવા જઈ રહી છે. તાજેતરમાં, ટીવી9 ભારતવર્ષ સાથે આદિવી શેષ અને શોભિતા રાણાએ આ ફિલ્મ વિશે ખાસ વાતચીત કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પાત્ર ભજવ્યા પછી આદિવીના જીવનમાં ખાસ પરિવર્તન આવ્યું

આદિવી શેષે કહ્યું છે કે, ”અલબત્ત, મેજર સંદીપનું જીવન હંમેશા નિઃસ્વાર્થ જીવન રહ્યું છે. તેઓ બીજા વિશે પહેલા વિચારતા હતા, અને પછી પોતાના વિશે. તેમનું જીવન આપણને જણાવે છે કે તેઓ કેવા પ્રકારની વ્યક્તિ છે, અને તેઓ બીજા વિશે કેવું વિચારે છે. તેથી મેજર સંદીપની ભૂમિકા ભજવીને મને એક નિઃસ્વાર્થ વ્યક્તિ બનાવી દીધો છે. હું આજે પણ એક સામાન્ય વ્યક્તિ છું, તેથી કદાચ તેમની ભાવનાની એક ટકા અસર મારામાં આજે આવી ગઈ છે.

આદિવી શેષે આગળ કહ્યું કે, હું સાન ફ્રાન્સિસ્કોમાં મોટો થયો છું. મારી શકલ મેજર સંદીપ સાથે મળતી આવે છે, આવું મને ઘણા લોકોએ કહ્યું હતું.

ફિલ્મના સેટ પર વાતાવરણ મજેદાર રહ્યું હતું

‘મેજર’ ફેમ અભિનેતા આગળ કહે છે કે, ”આ સંપૂર્ણપણે ગંભીર ફિલ્મ નથી. મને લાગે છે કે તેમણે ખૂબ જ મનોરંજક જીવન જીવ્યું છે. તેઓ હંમેશા ખૂબ જ ખુશ રહેતા હતા. તેમને ફિલ્મો ખુબ પસંદ હતી. તાજ હોટેલ મિશન 26/11 સમયે પણ તેઓ ખૂબ જ સકારાત્મક જણાતા હતા. તેથી હું તેમને ‘સૂર્ય પુત્ર’ તરીકે જોઉં છું, કારણ કે તેમણે હંમેશા અન્યને પ્રકાશ આપ્યો છે, ક્યારેય કોઈ અંધકાર આપ્યો નથી. આ કોઈ ડાર્ક ફિલ્મ નથી પણ ખૂબ જ બ્રાઈટ ફિલ્મ છે.”

દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની રહી છે, ત્યારે દર્શકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ ??

‘મેજર’ ફેમ સ્ટાર આગળ જણાવે છે કે, ”આજે દેશભક્તિ પર અનેક ફિલ્મો બની રહી છે, આ બિલકુલ સાચું છે પરંતુ આ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી. મને લાગે છે કે આ ફિલ્મની પ્રામાણિકતા છે. હું આ ફિલ્મ તેલુગુમાં બનાવવાનો હતો પરંતુ અમે દરેક શોટ અને દરેક સીન હિન્દીમાં શૂટ કર્યા છે, કારણ કે અમારા નિર્માતા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ છે જેમણે અમને સલાહ આપી હતી કે આ ફિલ્મ બધા ભારતીયો માટે છે. આ ફિલ્મ ન તો તેલુગુ છે, ન હિન્દી, ન તો દેશભક્તિ માટે. માર્કેટિંગ માટે આમાંના કોઈપણ પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.”

Published On - 10:46 am, Sat, 7 May 22

Next Article