
Payal Rohatgi Wedding : હોળીના એક દિવસ પહેલા ટ્વિટર પર લગ્નની (Wedding) જાહેરાત કરીને અભિનેત્રી પાયલ રોહતગીના (Actress Payal Rohtgi)બોયફ્રેન્ડ સંગ્રામ સિંહે (Sangram Singh)પાયલ અને તેના ચાહકોને હોળીની ભેટ આપી છે. તેણે ટ્વીટ કરીને સમાચાર આપ્યા કે અમે હવે થોડા જ મહિનામાં પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જશુ. ટ્વિટર પર સંગ્રામ સિંહે કહ્યું કે, પાયલ ખૂબ જ સારી છોકરી છે,દરેક કપલ્સની વિચારસરણી અને જીવનશૈલી સમાન હોવી જોઈએ. અમે માર્ચમાં લગ્નનું આયોજન કર્યું હતું પરંતુ કામના પ્રતિબદ્ધતાઓને કારણે મારા જન્મદિવસની નજીક જુલાઈમાં અમે લગ્ન કરીશું.
અર્જુન એવોર્ડ વિજેતા સંગ્રામ સિંહે કહ્યું , તે આ વર્ષે રેસલિંગમાં પરત ફરી રહ્યો છે અને બહુ જલ્દી દુબઈમાં મેચ રમવા જઈ રહ્યો છે અને પાયલ લોકઅપ શોમાં જોવા મળી રહી છે. આ કારણે લગ્ન મુલતવી રહ્યા હતા અને હવે બંને સંગ્રામ સિંહના જન્મદિવસની નજીક એટલે કે 21 જુલાઈએ લગ્ન કરશે.
તમને જણાવી દઈએ કે પાયલ અને સંગ્રામ રિયાલિટી શો સર્વાઈવર ઈન્ડિયામાં(Survivor India) એકબીજાને મળ્યા હતા. આ શો પછી, પાયલ અને સંગ્રામે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, જોકે આ રિયાલિટી શોને જોઈને કોઈ કહી શકતું નથી કે બંનેને એકબીજામાં રસ છે. પાયલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ પહેલા પણ પાયલ સંગ્રામને મળી હતી. એક સમયે તે દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. હાઈવે પર જ્યારે તેની કાર ખરાબ થઈ ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા સંગ્રામે તેની મદદ કરી હતી.
તમને જણાવવુ રહ્યું કે, બંનેએ સાથે ફિલ્મ પણ કરી હતી. જેનુ નામ હતું ‘વેલેન્ટાઈન્સ નાઈટ’જો કે આ ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ આ સંબંધ હજુ પણ સુપરહિટ છે. આ કપલ્સ 8 વર્ષથી એકબીજા સાથે છે. પાયલે ‘પ્લાન’, ‘રક્ત’, ’36 ચાઇના ટાઉન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય બંનેએ વર્ષ 2015માં ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 7’માં પણ ભાગ લીધો હતો .
આ પણ વાંચો : VIDEO: રણવીર સિંહ દિગ્ગજ ફૂટબોલર થિએરી હેનરીને મળીને થયો હતો ઈમોશનલ, જાણો શું છે કારણ?