COVID-19 પીડિતોને સહાય કરવા Ajay Devgan ની અભિનેત્રીએ પોતાના કપડા વેચવા કાઢ્યા

|

May 12, 2021 | 6:49 PM

Mayday અભિનેત્રીએ આ વિશે જણાવ્યું - મને લાગ્યું કે કોવિડ -19 ની ચપેટમાં આવેલા લોકોને મદદ કરવા માટે હું મારા વોર્ડરોબનો ઉપયોગ કરી શકું છું, મને આશા છે કે લોકો મારી મદદ કરવા આગળ આવશે

COVID-19 પીડિતોને  સહાય કરવા Ajay Devgan ની અભિનેત્રીએ પોતાના કપડા વેચવા કાઢ્યા
Ajay Devgan, Aakanksha Singh

Follow us on

દેશભરમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં બોલિવૂડ હસ્તીઓ પોતાની રીતે ફાળો આપી રહી છે. પીડિતોની સહાય માટે સોશિયલ મીડિયા પર અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે વ્યક્તિગત સ્તરે પણ સેલેબ્સના પ્રયાસો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં, અજય દેવગન સાથે મે ડેમાં કામ કરી રહેલી અભિનેત્રી આકાંક્ષા સિંહ કોરોના પીડિતોને સહાય માટે તેમના કપડાંનું ઓનલાઇન વેચાણ ગોઠવ્યું છે.

કોવિડ -19 રાહત માટે અકાંક્ષાએ તાજેતરમાં તેમના વતન જયપુરમાં ફૂડ વિતરણ અભિયાનનું આયોજન કર્યું હતું. હવે મુંબઇમાં કોવિડ -19 રિલીફ માટે તેમના વોર્ડરોબની હરાજી કરીને ભંડોળ એકઠું કરી રહી છે. આકાંક્ષાએ આ વિશે કહ્યું- “મને લાગ્યું કે કોવિડ -19 ની ઝપેટમાં આવેલા લોકોને મદદ કરવા માટે હું મારા વોર્ડરોબનો ઉપયોગ કરી શકું છું, મને આશા છે કે લોકો મારી મદદ કરવા આગળ આવશે અને તે કપડાંને ખરીદશે, કે જેને હું વેચાણ માટે મૂકી રહી છું. ”

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

 

અકાંક્ષાને લાગે છે કે આ બધા માટે મુશ્કેલ સમય છે અને તે જરુરી છે કે સક્ષમ લોકોએ મહસુસ કરે કે તેઓ પાસે અન્ય લોકો માટે દાખલો બેસાડવાની વધારાની જવાબદારી છે.

આકાંક્ષા કહે છે- “રોગચાળાએ આપણને ખૂબ ગહેરી ચોટ પહોંચાડી છે અને હાલની પરિસ્થિતિ ખરેખર દુ:ખદ છે. ઘણા લોકો એવા છે કે જેઓ હોસ્પિટલનો ખર્ચ, ઓક્સિજન સિલિન્ડરનો અભાવ અને આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પબ્લિક ફિગર્સ પર વધુ જવાબદારી હોય છે, કારણ કે તે લોકોને એકઠા થવા અને મદદ કરવા પ્રેરણા આપી શકે છે. ”

 

 

 

આકાંક્ષા એ વાતથી ખુશ છે કે ઇન્ડસ્ટ્રીના લોકો વધારેમાં વધારે માત્રામાં આગળ આવીને આ આપત્તિમાં મદદ કરી રહ્યા છે – “આ ખુબજ સારુ છે કે આપણી ઈન્ડસ્ટ્રીનાં લોકો મદદ પ્રદાન કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. બધાને મારી એક જ વિનંતી છે કે માત્ર સત્યાપિત લીડ પોસ્ટ કરો, કેમ કે તે અન્યથા તેવા લોકોની મદદમાં વિલંબ કરી શકે છે, જેમને તેની તાત્કાલિક જરૂરત છે. ”

આકંક્ષા મે ડેમાં અજય દેવગનની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અજય દેવગન કરી રહ્યા છે, જ્યારે અમિતાભ બચ્ચન અને રકુલપ્રીત મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

Next Article