Heropanti 2 Box Office Collection: 8 વર્ષ પછી આવી ટાઈગર શ્રોફની હીરોપંતી 2, બે દિવસમાં ફિલ્મે કરી કમાલ

ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની 'હીરોપંતી 2' 8 વર્ષની લાંબી રાહ બાદ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સાથે જ ફિલ્મની કમાણી 12 કરોડથી ઉપર પહોંચી ગઈ છે.

Heropanti 2 Box Office Collection: 8 વર્ષ પછી આવી ટાઈગર શ્રોફની હીરોપંતી 2, બે દિવસમાં ફિલ્મે કરી કમાલ
Actor tiger shroff Heropanti 2 Box Office Collection day 2 film sequel released after 8 years
Image Credit source: instagram
| Edited By: | Updated on: May 01, 2022 | 12:04 PM

Heropanti 2 Box Office Collection: બોલિવૂડના યુવા એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની ‘હીરોપંતી 2‘ આખરે પડદા પર આવી ગઈ છે. ફિલ્મમાં સ્ટાઈલ, એક્શન અને ડ્રામાનો ધમાકેદાર કોમ્બિનેશન છે. આ ફિલ્મ ટાઈગર શ્રોફની ડેબ્યૂ હીરોપંતી (Tiger Shroff ki debut Heropanti)ની સિક્વલ ફિલ્મ છે. ફિલ્મના પહેલા ભાગમાં ટાઈગરે દરેકને તેના પ્રશંસક બનાવી દીધા હતા, જે આજ સુધી ચાલુ છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે શાનદાર ઓપનિંગ કર્યા પછી ફિલ્મનો બીજો દિવસ બોક્સ ઓફિસ (Box Office) પર કેવી રીતે ચાલી રહ્યો છે.

ટાઈગર સિવાય તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મે પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે ઓપનિંગ સાથે 7 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કર્યો હતો આ સાથે જ ફિલ્મનું બે દિવસનું કલેક્શન 12 કરોડથી વધુ થઈ ગયું છે. ફિલ્મના બે દિવસના કલેક્શન મુજબ તો આ તો માત્ર શરૂઆત છે. રવિવાર પછી ઈદની રજા દરમિયાન ફિલ્મ હજુ વધુ કમાણી કરે તેવી આશા છે. બાય ધ વે, એવું કહેવું ખોટું નહીં હોય કે ટાઈગરની ફિલ્મ માટે આ આંકડો હજુ ઓછો છે. તેની પાછળનું કારણ યશની ફિલ્મ KGF2 હોવાનું માનવામાં આવે છે. જેણે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર પોતાનો ક્રેઝ જાળવી રાખ્યો છે.

હીરોપંતી ફિલ્મ 8 વર્ષ પછી આવી

નોંધપાત્ર વાત એ છે કે, ટાઇગર 8 વર્ષ પછી ફરી એકવાર તેની ફિલ્મ ‘હીરોપંતી 2’માં બબલુના અવતારમાં પાછો ફર્યો છે. આ ફિલ્મ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને તેને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં નવાઝની હાજરીને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મની વાર્તા એકદમ નવા કોન્સેપ્ટ એટલે કે ઓનલાઈન હેકિંગ પર આધારિત છે.

અક્ષય કુમાર સાથેની આગામી ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર પાસે ઘણી મોટી ફિલ્મો આવવાની છે. જેમાં ગણપથ અને બડે મિયાં છોટે મિયાંની યાદીમાં સામેલ છે. આ બંને ફિલ્મો એક્શનથી ભરપૂર હશે. તેની આગામી ફિલ્મમાં ટાઈગર અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેયર કરતો જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો : Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

Published On - 12:03 pm, Sun, 1 May 22