Jamtara 2 Actor Death : 25 વર્ષની ઉંમરે સોફ્ટવેર એન્જિનિયર અભિનેતાએ આત્મહત્યા કરી

ફિલ્મી દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 25 વર્ષના અભિનેતા સચિન ચંદવાડે આત્મહત્યા કરી છે. સોશિયલ મીડિયા પર તેને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.

Jamtara 2 Actor Death : 25 વર્ષની ઉંમરે સોફ્ટવેર એન્જિનિયર અભિનેતાએ આત્મહત્યા કરી
| Updated on: Oct 27, 2025 | 4:57 PM

સિનેમાની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. મરાઠી અભિનેતા સચિન ચાંદવાડે જે નેટફિલક્સની ફેમસ વેબ સીરિઝ જમતારા-2માં જોવા મળ્યો હતો. જેમણે આત્મહત્યા કરી છે. સચિનની ઉંમર માત્ર 25 વર્ષની હતી. તેના નિધનથી મરાઠી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાયો છે. તેની સાથે કામ કરનાર લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

સચિન સોફ્ટવેર એન્જિનિયર હતો

સચિન જલગાંવ જિલ્લામાંથી આવતો હતો. તે એક્ટિંગ કરવાની સાથે સોફ્ટવેર એન્જિનિયર પણ હતો. નિધનના થોડા દિવસો પહેલા સચિને ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી મરાઠી ફિલ્મ અસુરવાનનું મોશન પોસ્ટર શેર કર્યું હતુ. આ ફિલ્મનું નિર્દેશન સચિન રામચંદ્ર અંબટ કરી રહ્યો હતો. જેમાં પુજા મોઈલી અને અનુજ ઠાકરે જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થવાની હતી.

 

 

જમતારામાં મળ્યો હતો જોવા

સચિને વર્ષ 2022માં આવેલી જમતારાની બીજી સીઝનમાં જોવા મળ્યો હતો. ત્યારે જમતારાના સેટનો એક ફોટો શેર કર્યો હતો. આ સીરિઝમાં રોલ તેમનો નાનો હતો પરંતુ તેમણે સારી એવી સફળતા મેળવી હતી. સચિનના ઈનસ્ટાગ્રામ પર અંદાજે 7700થી વધુ ફોલોઅર્સ છે.પરોલા પોલીસે “આકસ્મિક મૃત્યુ” એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે. સચિનની આત્મહત્યાનું કારણ હાલમાં અકબંધ છે, અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

લોકોને સચિનના નિધન પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે અને યુઝર્સ કોમેન્ટમાં તેમને યાદ કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સચિન ચાંદવાડે કોણ હતો?

સચિન ચાંદવાડે એક મરાઠી અભિનેતા હતા, જે “જમતારા 2” સીરિઝ માટે જાણીતા હતા. તેઓ સોફ્ટવેર એન્જિનિયર પણ હતા. તેમણે પુણેની પ્રખ્યાત આઇટી પાર્ક કંપનીમાં પણ કામ કર્યું હતું. સચિને મુંબઈ અને પુણેમાં મરાઠી ફિલ્મ ઉદ્યોગ માટે નાના અને મોટા અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. પરંતુ સતીશના અચાનક અવસાનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો