હોલીવૂડ અભિનેતા Alec Baldwinની પ્રોપ ગનથી સિનેમેટોગ્રાફરનું મોત અને ડિરેક્ટર ઘાયલ

|

Oct 22, 2021 | 12:22 PM

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એલેક બાલ્ડવિનની પ્રોપ ગનથી આકસ્મિક રીતે મૃત્યુ પામેલી મહિલાનું નામ હેલિના હચકિન્સ (Halyna Hutchins) હતું. જે ફિલ્મના સિનેમેટોગ્રાફર હતા.

હોલીવૂડ અભિનેતા Alec Baldwinની પ્રોપ ગનથી સિનેમેટોગ્રાફરનું મોત અને ડિરેક્ટર ઘાયલ
Prop Gun Fired By Alec Baldwin Kills Cinematographer, Director Hurt

Follow us on

હોલીવુડ અભિનેતા એલેક બાલ્ડવિને (Alec Baldwin) પ્રોપ ગન ફાયર કર્યા બાદ એક મહિલાનું મોત થયું છે. સેન્ટા ફે કાઉન્ટી પોલીસ અધિકારીઓએ આની પુષ્ટિ કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એલેક બાલ્ડવિન તેની આગામી ફિલ્મ ‘રસ્ટ’નું (Rust) શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર અચાનક ફાયર થયેલી આ પ્રોપ ગનથી એક મહિલાનું મોત થયું છે, પરંતુ સાથે જ આ અકસ્માતમાં ફિલ્મના નિર્દેશક પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ, ન્યૂ મેક્સિકો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એલેક બાલ્ડવિનની પ્રોપ ગનથી આકસ્મિક રીતે મૃત્યુ પામેલી મહિલાનું નામ હેલિના હચકિન્સ (Halyna Hutchins) હતું. જે ફિલ્મના સિનેમેટોગ્રાફર હતા. તે જ સમયે, ફિલ્મના નિર્દેશક જોયલ સૂઝા (Joel Souza) પણ ગોળીઓના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે હજુ પણ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે બંદૂકમાં કેવી રીતે અને કયા પ્રકારના સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હમણાં સુધી, આ કેસમાં હજી સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શૂટિંગમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ જે તારણ બહાર આવશે તેના આધારે પોલીસ કેસ કરશે. અહેવાલો અનુસાર, હેલિના હચકિન્સને અકસ્માત બાદ તાત્કાલિક આલ્બુકર્કની યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. તે જ સમયે, સૂઝા હાલમાં અન્ય હોસ્પિટલના ICU માં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ અકસ્માત બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે એલેક બાલ્ડવિન આ ફિલ્મના અભિનેતા તેમજ તેના નિર્માતા છે. ન્યૂ મેક્સિકો ફિલ્મ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં નવેમ્બરની શરૂઆત સુધી ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ રહેશે. શૂટિંગને લગતો કોઈ પણ નિર્ણય પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા બાદ જ લેવામાં આવશે.

તે જ સમયે, એસોસિએશન ઓફ કેમેરા વર્કર્સ અને સિનેમેટોગ્રાફર્સ IATSE નું કહેવું છે કે અત્યારે પરિસ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ હવે અમે સમગ્ર મામલાની માહિતી એકત્ર કરી રહ્યા છીએ. આ બાબતની તપાસમાં અમારો સંપૂર્ણ સહકાર છે. તે એક દુખદ ઘટના છે જેમાં આપણે કોઈને ગુમાવ્યા છે. હચકિન્સના પરિવાર પ્રત્યે અમારી સંવેદના.

આ પણ વાંચો –

Income Tax Rules: ITR કઈ રીતે e-Verify કરી શકાય? જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો –

Gold Price Today : વર્ષ 2022 સુધીમાં સોનું 57000 સુધી પહોંચી શકે છે! જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

Next Article