Aamir Khan ના આવા પણ દિવસો હતા, જ્યારે તે ફરી ફરીને પોતાની જ ફિલ્મના લગાવતા હતા પોસ્ટરો, જુઓ VIDEO

|

May 13, 2021 | 1:51 PM

આમિર ખાને તેમની કારકીર્દિની શરૂઆત 1973 માં રિલીઝ થયેલી ફિલ્મ 'યાદોં કી બારાત' થી કરી હતી. આ પછી, તે ફિલ્મ મદહોશ અને હોલી ફિલ્મોમાં દેખાયા.

Aamir Khan ના આવા પણ દિવસો હતા, જ્યારે તે ફરી ફરીને પોતાની જ ફિલ્મના લગાવતા હતા પોસ્ટરો, જુઓ VIDEO
Aamir Khan

Follow us on

મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) ને આજે કોઈ પરિચયની જરુર નથી. પરંતુ હંમેશાં આવું ન હતું. તેમણે પણ ખૂબ જ નાના કલાકાર તરીકે પોતાની શરૂઆત કરી હતી, જેને તે સમયે ખૂબ ઓછા લોકો જાણતા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તમે આમિર ખાનને સ્પષ્ટ જોઇ શકો છો કે, તે શેરીઓમાં ફરતા હોય છે અને રિક્ષા પર પોતાની ફિલ્મના પોસ્ટરો લગાવતા જોઈ શકાય છે.

કેવી રીતે થઈ કારકિર્દીની શરૂઆત

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આમિર ખાને તેમની કારકીર્દિની શરૂઆત 1973 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યાદોં કી બારાત’ (Yaadon Ki Baaraat) થી કરી હતી. આ પછી, તે ફિલ્મ મદહોશ અને હોલીમાં દેખાયા હતા. પરંતુ સાચુ માનીએ તો આમિર ખાનને મોટુ લોન્ચિંગ 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ ક્યામાત સે કયામત તક (Qayamat Se Qayamat Tak) દ્વારા મળી. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતા અને જૂહી ચાવલા (Juhi Chawla) એ ફિમેલ લીડ રોલ પ્લે કર્યો હતો.

સડકો પર ફરતા હતા આમિર ખાન

વિલિયમ શેક્સપીયરના રોમિયો જુલિયટથી પ્રેરિત આ ફિલ્મને હિટ બનાવવા માટે આમિર ખાને (Aamir Khan) શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. તે પ્રયાસો પણ સફળ રહ્યા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આમિર ખાન (Aamir Khan) તેના સહ-અભિનેતા રાજ ઝુત્શી સાથે સડકોમાં ફરતા હોય છે અને ઓટો રિક્ષા ઉપર પોસ્ટરો ચોંટાડી રહ્યો છે.

 

આમિરને ઓળખતા ન હતા ચોહકો

વીડિયોમાં આમિર જણાવી રહ્યો છે કે તે ઓટો અને ટેક્સીઓ ઉભી રાખીને તેમને વિનંતી કરતા હતા કે આ એક ફિલ્મ આવી રહી છે ક્યામાત સે કયામત તક તેનું પોસ્ટર તેમની ગાડી પર લગાવી લે. ઘણા લોકો સહમત થયા અને ઘણાએ ના પાડી. કેટલાક લોકો તેમને પૂછતા હતા કે હીરો કોણ છે, તો તે કહેતો કે આમિર ખાન (Aamir Khan) હીરો છે. પછી ઓટો વાળા પૂછતા કે આમિર ખાન કોણ છે, તો તે કહેતો કે હું આમિર ખાન છું.

 

આ પણ વાંચો :- Hrithik Roshan ની વોર સાથે જોડાયેલ છે Aamir Khan ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું કનેકશન

Next Article