
એન એલેક્સિયા અનરાનો જન્મ ચેન્નાઈમાં થયો છે અને તેણે નાની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

એલેક્સિયા અનરાએ બોલિવૂડની સાથે કેટલીક દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મ અવ્વૈ શાનમુગીમાં કમલ હાસનની પુત્રીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિન્દીમાં ચાચી 420 તરીકે ફરીથી બનાવવામાં આવી હતી.

એન એલેક્સિયા અનરાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી અભિનય છોડી દીધો હતો. કેમ કે, તેના માતા-પિતાને અભિનય ફિલ્ડમાં રસ નહોતો. અનરાએ ફ્રાન્સથી 'BBA'નો અભ્યાસ કર્યો અને થોડા વર્ષો સુધી એક સોફ્ટવેર કંપનીમાં કામ કર્યું.

હાલમાં એલેક્સિયા અનરા પોતાનો વ્યવસાય ચલાવે છે. જણાવી દઈએ કે, એન એલેક્સિયા અનરાનો અભિનયની દુનિયામાં પાછા ફરવાનો કોઈ પ્લાન નથી. તે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ખુશ છે.