AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળમાં મતદાન વચ્ચે ખેલા હોબે…! પોલિંગ બૂથ બહાર લાઠી-ડંડા ઉછળ્યા, નેતાઓના કાફલા પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ હિંસાનું કેન્દ્ર બન્યું છે. TMC કાર્યકર્તાઓ અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે થયેલી ભયંકર અથડામણમાં અનેક ગાડીઓના કાચ તૂટ્યા છે. કડક સુરક્ષા હોવા છતાં અનેક સ્થળોએ સ્થિતિ બેકાબૂ બની છે, જેના કારણે મતદાન પ્રક્રિયા પર પણ અસર પડી રહી છે.

બંગાળમાં મતદાન વચ્ચે ખેલા હોબે...! પોલિંગ બૂથ બહાર લાઠી-ડંડા ઉછળ્યા, નેતાઓના કાફલા પર પથ્થરમારો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 23, 2026 | 3:59 PM
Share

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 16 જિલ્લાની 152 બેઠકો પર વોટિંગ ચાલુ છે, પરંતુ લોકશાહીના આ પર્વમાં મુર્શિદાબાદમાં હિંસાની આગ ભભૂકી ઉઠી છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે ભારે હોબાળો અને જૂથ અથડામણ જોવા મળી છે.

હુમાયુ કબીરના કાફલા પર હુમલો

મુર્શિદાબાદના પોલિંગ બૂથની બહાર બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થયા બાદ મામલો લાકડીઓ અને પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. હુમાયુ કબીરના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વાહનોના કાચ ફૂટી ગયા હતા. આરોપ છે કે TMC કાર્યકર્તાઓએ કબીરની કાર અને તેમના સમર્થકોના વાહનોમાં તોડફોડ કરી છે. હિંસાના ડરથી બૂથ પર હાજર મતદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સુરક્ષા દળો સાથે ધક્કામુક્કી અને સ્ટેટ હાઈવે જામ

મુર્શિદાબાદના ભાગીરથપુરમાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે સેન્ટ્રલ ફોર્સને ભીડ વિખેરવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે પણ ધક્કામુક્કી થઈ હતી. અત્યારે હુમાયુ કબીર અને TMC બ્લોક પ્રમુખ શફીઉજ્જમાં શેખ બંને પોતપોતાના સમર્થકો સાથે અમતાલા-બહેરામપુર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી રહ્યા છે.

રાત્રે બોમ્બ વિસ્ફોટ બાદ હિંસા વધી

વાસ્તવમાં, ગત રાત્રે નાઓદા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ હતો. આજે જ્યારે હુમાયુ કબીર પ્રભાવિત બૂથ પર પહોંચ્યા ત્યારે મામલો ફરી ગરમાયો હતો. કબીરે આરોપ લગાવ્યો છે કે TMC સમર્થકોએ પોલીસના બેગ પણ છીનવી લીધા હતા અને ગુંડાગીરી આચરી રહ્યા છે.

અન્ય સ્થળોએ પણ હિંસાના અહેવાલ

માત્ર મુર્શિદાબાદ જ નહીં, સિલીગુડીમાં ભાજપના ઉમેદવાર શંકર ઘોષ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલને પોલીસ દ્વારા રોકવામાં આવતા તીખી દલીલો થઈ હતી. બંગાળમાં ભારે સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં પ્રથમ તબક્કાનું મતદાન હિંસાના છાયા હેઠળ ચાલી રહ્યું છે.

જૂના પંખામાં પૈસા નાખતા પહેલા ચેતજો ! જાણો ક્યારે રિપેરિંગ કરાવવો અને ક્યારે નવો ખરીદવો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">