Uttarakhand Election Results 2022: ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ, જાણો ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેના ટ્રેન્ડમાં કોણ છે આગળ ?

|

Mar 10, 2022 | 10:14 AM

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યા છે.ત્યારે જાણો કે શરૂઆતના વલણોમાં કઈ રાજકીય પાર્ટી આગળ ચાલી રહી છે.

Uttarakhand Election Results 2022: ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ, જાણો ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેના ટ્રેન્ડમાં કોણ છે આગળ ?
Uttarakhand Election Results 2022

Follow us on

Uttarakhand Election Results 2022:  ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022ના (Uttarakhand Election) પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) 34 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 28, આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)  1 અને અન્ય 1 સીટ પર યથાવત છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી હાલ ચાલી રહી છે.

આ પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ભાજપ અને મોદી સરકાર (Modi Government) માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રાજ્ય લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો છે અને વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) પાર્ટીના પ્રદર્શનની 2024ની સામાન્ય ચૂંટણી પર અસર થવાની ધારણા છે.પાંચ રાજ્યોમાં લગભગ 1,200 હોલમાં મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા

કોવિડ-9 વિરોધી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં હાલ 750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ 403 વિધાનસભા બેઠકો છે. આ પછી પંજાબમાં 200થી વધુ કાઉન્ટિંગ હોલ છે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650 થી વધુ મતગણતરી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

વીડિયો અને સ્ટેશનરી કેમેરા લગાવવામાં આવ્યા

આ સંબંધમાં એક અધિકારીએ લખનઉમાં જણાવ્યું કે, યુપીના તમામ મતગણતરી કેન્દ્રો પર વીડિયો અને સ્ટેશનરી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે CAPFs (Central Armed police force) ની કુલ 250 કંપનીઓ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ અને કમિશનરેટને પૂરી પાડવામાં આવી છે. CAPF કંપનીમાં સામાન્ય રીતે લગભગ 70-80 કર્મચારીઓ હોય છે. માત્ર થોડા કલાકમાં જ પાંચ રાજ્યોની પરિણામનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

 

આ પણ વાંચો : UP Election Results 2022: ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગળાકાપ હરીફાઈ, ગોરખપુરથી CM યોગી આગળ

Next Article