UP Elections 2022: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રા પ્રવાસે, બરેલીમાં કરશે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત

|

Jan 21, 2022 | 12:50 PM

નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે.

UP Elections 2022: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રા પ્રવાસે, બરેલીમાં કરશે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત
BJP chief JP Nadda (File Image)

Follow us on

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar pradesh assembly election 2022) ની વચ્ચે આજે ભાજપ (BJP) અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) આગ્રાના પ્રવાસ પર છે. તે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને જીતવા માટેનો મંત્ર આપશે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. જ્યારે આ પહેલા નડ્ડા ઘણી વખત રાજ્યના પ્રવાસ પર આવી ચૂક્યા છે અને સંગઠનની બેઠકમાં ભાગ લઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ્રા પહોંચી જે.પી.નડ્ડા સૌથી પહેલા શમશાબાદ રોડ પર રાજેશ્વર મહાદેવ મંદિર જશે અને ત્યારબાદ તે રમાડામાં આગ્રા અને અલીગઢ મંડળની 40 વિધાનસભા સીટની સંગઠનાત્મક બેઠક લેશે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.

ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન નડ્ડાનો આગ્રા પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે રાજ્યના પ્રથમ ચરણનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે અને આ પહેલા પાર્ટી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે રેલીઓને મંજૂરી આપી નથી. નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ત્યારે પાર્ટીએ પણ કોવિડ પ્રોટોકોલના કારણે ખુબ જ ઓછા કાર્યકર્તાઓને પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ નડ્ડા આજે બરેલીનો પણ પ્રવાસ કરશે. જ્યાં તે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત કરશે. તેની સાથે જ તે પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે.

ભાજપ ગત ચૂંટણીના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે

રાજ્યમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં મોટી જીત મળી હતી અને તેમાં બ્રજ ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે. તેથી, પાર્ટી આ વખતે પણ ભૂતકાળની કામગીરીનું પુનરાવર્તન કરવા માંગે છે. ભાજપ નેતાઓ મુજબ આજે નડ્ડા બરેલીમાં પણ ડોર-ટૂ-ડોર અભિયાનમાં ભાગ લેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજેશ્વર મહાદેવ મંદિરના કરશે દર્શન

મળતી જાણકારી મુજબ આજે નડ્ડા સૌથી પહેલા રાજેશ્વર મહાદેવ મંદિર જશે. આ પ્રાચીન મંદિર છે અને શિવ ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર માનવામાં આવે છે અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: સુરત : પોન્ઝી સ્કીમ ચલાવતી આર.ઇ.ગોલ્ડનું ઉઠમણું, અંદાજિત સાડા 5 લાખ સભ્યો છેતરાયાનું અનુમાન, કંપનીના પ્રમુખની અટકાયત

 

Next Article