UP Election Results 2022: ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગળાકાપ હરીફાઈ, ગોરખપુરથી CM યોગી આગળ

|

Mar 10, 2022 | 9:47 AM

ઉત્તર પ્રદેશ ભાજપ અને મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાજ્ય લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો UP ના છે અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની 2024ની સામાન્ય ચૂંટણી પર અસર થવાની શક્યતા છે.

UP Election Results 2022:  ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગળાકાપ હરીફાઈ, ગોરખપુરથી CM યોગી આગળ
Yogi Adityanath (FIle Photo)

Follow us on

UP Election Results 2022:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રારંભિક વલણોમાં આગળ છે. જ્યારે બીજી તરફ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ગોરખપુરથી આગળ છે, જેને હાઇ પ્રોફાઇલ સીટ કહેવામાં આવે છે.

રાજકીય પક્ષો વચ્ચે ગળાકાપ સ્પર્ધા

સમાજવાદી પાર્ટી પણ મતગણતરીના પ્રારંભના દોઢ કલાકમાં 100 સીટો પર આગળ છે. બંને રાજકીય પક્ષો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. ચૂંટણી પંચના મતે ઉત્તર પ્રદેશમાં ભાજપ આગળ છે. સમાજવાદી પાર્ટી અને ભાજપ સતત દાવો કરી રહ્યા છે કે,રાજ્યમાં તેમની સરકાર બનશે. ભાજપ કહી રહ્યું છે કે તે 300થી વધુ બેઠકો જીતશે. સાથે જ સપાના વડા અખિલેશ યાદવે 400 સીટો જીતવાનો દાવો કર્યો છે.

મતગણતરીને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.ઉત્તર પ્રદેશ ભાજપ અને મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાજ્ય લોકસભામાં સૌથી વધુ 80 સાંસદો UP ના છે અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની 2024ની સામાન્ય ચૂંટણી પર અસર થવાની શક્યતા છે.પાંચ રાજ્યોમાં લગભગ 1,200 હોલમાં મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કોવિડ-9 માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે,ઉત્તર પ્રદેશમાં(Uttarpradesh)  750 થી વધુ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ 403 વિધાનસભા બેઠકો છે. જે બાદ પંજાબમાં 200થી વધુ કાઉન્ટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650 થી વધુ મતગણતરી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.

આ અંગે લખનૌમાં એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, UPના તમામ મતગણતરી કેન્દ્રો પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે CAPFs (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ) ની કુલ 250 કંપનીઓ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ અને કમિશનરેટને પૂરી પાડવામાં આવી છે. CAPF કંપનીમાં સામાન્ય રીતે લગભગ 70-80 કર્મચારીઓ હોય છે. જો ભાજપને 403 સભ્યોની વિધાનસભામાં બહુમતી મળે છે, તો તે છેલ્લા ત્રણ દાયકામાં સતત બીજી વખત સરકાર બનાવનાર પ્રથમ હશે.

આ પણ વાંચો : UP Election: ચૂંટણી પરિણામ પહેલા હંગામો ! EVM ને લઈને આ પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો

આ પણ વાંચો : 5 State Election 2022: મતગણતરી પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા, કેટલાક સ્થળોએ કલમ 144 તો ક્યાંક 3 સ્તરીય સુરક્ષા

Published On - 9:42 am, Thu, 10 March 22

Next Article