ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly election) કોંગ્રેસ પાર્ટી યુવાઓ માટે અલગ મેનિફેસ્ટો ‘Bharti Vidhan‘ લાવી છે. રાહુલ ગાંધી(Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) શુક્રવારે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસ આ ચૂંટણીઓમાં મહિલાઓ અને યુવાનો પર ફોકસ કરી રહી છે. ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આજે અહીં યુથ મેનિફેસ્ટો બહાર પાડી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મેનિફેસ્ટોમાં માત્ર શબ્દો નહીં પરંતુ યુવાઓને રોજગાર આપવાની ઠોસ બ્લૂપ્રિન્ટ છે. આ મેનિફેસ્ટો બનાવવા માટે પાર્ટીએ યુપીના યુવાનો સાથે વાત કરી છે અને તેમની આકાંક્ષાઓ તેમાં મૂકી છે. વડા પ્રધાને કહ્યું હતું કે અમે દેશના યુવાનોને વાર્ષિક બે કરોડ નોકરીઓ આપીશું, પરંતુ તમે જાણો છો કે શું થઈ રહ્યું છે.
20 લાખ નોકરીની ખાતરી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ યુપીના યુવાનો સાથે સંવાદ કરીને બનાવેલો મેનિફેસ્ટો છે. આ માટે અમારી ટીમે સમગ્ર રાજ્યના યુવાનો સાથે વાત કરી છે. તેથી જ તેને ‘ભરતી વિધાન’ કહેવામાં આવે છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી સમસ્યા ભરતીની છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે 20 લાખ લોકોને નોકરી આપીશું. તેમણે કહ્યું કે યુવાનોના ઉત્સાહમાં ભંગ પડ્યો છે. અમે યુવાનોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે તેમનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરીશું અને તેમને રોજગાર અપાવવામાં મદદ કરીશું
ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ ભરતી વિધાનમાં પાંચ વિભાગ છે, જેમાં યુવાનોની વિવિધ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાઓમાં 1.5 લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, પોલીસ વગેરે વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસ્કૃત શિક્ષક, ઉર્દૂ શિક્ષક, આંગણવાડી, આશા વગેરેની તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે, તમામ પરીક્ષા ફોર્મની ફી માફ કરવામાં આવશે અને બસ, ટ્રેનની મુસાફરી મફત રહેશે.
પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે
પ્રિયંકાએ જણાવ્યું કે એક પરીક્ષા કેલેન્ડર પણ જારી કરવામાં આવશે, જેમાં ભરતીની જાહેરાત, પરીક્ષા, નિમણૂકની તારીખો નોંધવામાં આવશે અને જો તેનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અનામતના કૌભાંડને રોકવા માટે દરેક ભરતી માટે સામાજિક ન્યાય નિરીક્ષકો હશે અને યુવાનોને રોજગારી માટે નવી તકો પૂરી પાડવામાં આવશે. મલ્લાહ અને નિષાદ સમુદાય માટે વિશ્વ કક્ષાની સંસ્થા બનાવી તેમને તાલીમ આપવામાં આવશે. સૌથી પછાત સમુદાયના યુવાનોને તેમનો વ્યવસાય શરૂ કરવા માટે 1 ટકા વ્યાજના દરે લોન આપવાની વાત પણ આ ચૂંટણી ઢંઢેરામાં છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: