ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પરિણામો 2022(Assembly Election Results 2022) સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપ (BJP)ની સરકાર બની રહી છે. ટ્રેન્ડમાં ભાજપ પ્લસ 403માંથી 249 સીટો પર આગળ છે. યુપી (Uttar Pradesh)માં સરકાર બનાવવા માટે ભાજપે અનેકનો આંકડો પાર કર્યો છે. લખનઉ ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ મીઠાઈ વહેંચવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ કે બહુમત માટે જરૂરી આંકડો શું છે?
વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોઈ પક્ષ અથવા ગઠબંધન તે ગૃહની કુલ બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો જીતે છે, ત્યારે તેને બહુમતી મળે તેવું કહેવાય છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો છે અને અહીં બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષને 202 બેઠકોની જરૂર પડશે.
પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. અહીં બહુમત માટે જરૂરી આંકડો 59 હશે. ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો છે અને અહીં બહુમત માટે 36 બેઠકોની જરૂર છે. જ્યારે ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે બહુમતીનો આંકડો 21 બેઠકો છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા મણિપુરમાં સરકાર બનાવવા માટે પાર્ટી માટે 31 બેઠકો જીતવી જરૂરી છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 8 જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. 403 બેઠકો ધરાવતી 18મી વિધાનસભા માટે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું અને 10 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થયું હતું.
10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં પશ્ચિમ યુપીના 11 જિલ્લાઓની 58 બેઠકો, બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 9 જિલ્લાની 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીએ પશ્ચિમ અને બુંદેલખંડમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થયુ. ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેમાં 9 જિલ્લાની 60 બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમાં તબક્કામાં 27 ફેબ્રુઆરીએ 11 જિલ્લામાં 60 બેઠકો, 3 માર્ચે છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાઓમાં 57 બેઠકો અને સાતમા અને અંતિમ તબક્કામાં 7 માર્ચે 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન થયુ.
ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રારંભિક વલણોમાં આગળ છે. યુપી ચૂંટણીમાં ભાજપ 264 સીટો પર આગળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી 110, બસપા 4, કોંગ્રેસ 4 અને અન્ય ત્રણ સીટો પર આગળ છે. ગોરખપુર શહેર વિધાનસભા સીટ પર પણ મતગણતરી ચાલી રહી છે. ગોરખપુર શહેર વિધાનસભા સીટ પર અત્યાર સુધીના તાજેતરના વલણો અનુસાર યુપીના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગી આદિત્યનાથ સમાજવાદી પાર્ટી (SP) ગઠબંધનના ઉમેદવાર સુભાવતી શુક્લાથી આગળ છે.
આ પણ વાંચો- પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ