North Eastern Election Results 2023: પૂર્વોત્તરમાં સારા પ્રદર્શન પર ભાજપને ગર્વ, જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહી આ વાત

|

Mar 02, 2023 | 3:47 PM

ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની વાપસી થઈ છે. જો કે મેઘાલયની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસના એજન્ડાની પ્રશંસા કરી હતી.

North Eastern Election Results 2023: પૂર્વોત્તરમાં સારા પ્રદર્શન પર ભાજપને ગર્વ, જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહી આ વાત

Follow us on

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે એટલે કે ગુરુવારે મતોની ગણતરી થઈ રહી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની વાપસી થઈ છે. જો કે મેઘાલયની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસના એજન્ડાની પ્રશંસા કરી હતી. ભાજપ ત્રિપુરામાં મોટાભાગની સીટો પર આગળ છે, જ્યારે તેનું ગઠબંધન નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખવા માટે આગળ છે.

કેન્દ્રએ પ્રદેશમાં શાંતિ અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, પ્રદેશના લોકોએ જોયું છે કે કેન્દ્રએ પ્રદેશમાં શાંતિ અને વિકાસ લાવવા માટે કેટલી નજીકથી અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, પછી તે મોટા પ્રોજેક્ટ હોય જેમ કે હાઇવે બનાવવાનું હોય કે પીવાનું પાણી, વીજળી, મફત રાશન અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા જેવી બાબતો.

આ પણ વાંચો : Nagaland Election Result 2023: નાગાલેન્ડમાં રચાયો ઈતિહાસ, 60 વર્ષમાં પહેલીવાર વિધાનસભામાં મહિલાઓની થશે એન્ટ્રી

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ત્રિપુરામાં ભાજપે સમસ્યાઓનું નિરાકરણ કર્યું

તેમણે કહ્યું કે અગાઉ કેન્દ્ર અને પૂર્વોત્તર વચ્ચે ઘણું અંતર હતું, પરંતુ મોદીની આગેવાનીવાળી સરકારે આ અંતરને પાર કર્યું છે. રિજિજુએ કહ્યું કે ત્રિપુરાના લોકોએ જોયું છે કે કેવી રીતે ભાજપે જૂની સમસ્યાઓનું નિરાકરણ કરીને તેમને આપેલા વચનો પૂરા કરવા માટે કામ કર્યું છે.

આ પણ વાંચો : Nagaland Election Results 2023: પીએમ મોદીને ગુરુ માનનારા અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતા તેમજેન ઈમ્નાએ મોટી જીત

કોંગ્રેસનો સફાયો થશે: તરુણ ચુગ

ભાજપના મહાસચિવ તરુણ ચુગે ત્રિપુરા અને મેઘાલયના પ્રારંભિક પરિણામોમાં ભાજપની પ્રભાવશાળી લીડ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ભાજપ પૂર્વોત્તરમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે અને કોંગ્રેસનો સફાયો કરવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત વલણો અનુસાર, ભાજપે ત્રિપુરામાં ત્રણ બેઠકો જીતી અને 60 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 29 બેઠકો પર આગળ. તેના સહયોગી આઈપીએફટીએ એક સીટ જીતી જ્યારે, નાગાલેન્ડમાં NDPP-BJP ગઠબંધન 39 સીટો પર આગળ.

ઈનપુટ – ભાષા

Published On - 3:46 pm, Thu, 2 March 23

Next Article