Punjab Election Results: કોંગ્રેસ માટે આંતરકલેહ બન્યુ હારનું કારણ! સિદ્ધુએ કહ્યું- ‘લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે’, AAPને અભિનંદન

|

Mar 10, 2022 | 3:46 PM

Punjab Election Results: નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. અહીં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનજ્યોત કૌરથી પાછળ જોવા મળે છે.

Punjab Election Results: કોંગ્રેસ માટે આંતરકલેહ બન્યુ હારનું કારણ! સિદ્ધુએ કહ્યું- લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે, AAPને અભિનંદન
Navjot-Singh-Sidhu (File image)

Follow us on

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)ની ખરાબ રીતે હાર થતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ 31 બેઠકો ઘટતી જણાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પોતપોતાની બેઠકો પરથી પાછળ જોવા મળી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પણ પોતાની સીટ પરથી પાછળ છે. સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. અહીં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનજ્યોત કૌર (Jeevanjyot Kaur)થી પાછળ જોવા મળે છે. આ દરમિયાન સિદ્ધુએ ટ્વિટ કરીને લોકો દ્વારા આપવામાં આવેલા પરિણામોને સ્વીકારવાનું કહ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું, “લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે… પંજાબના લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારો. આવી સ્થિતિમાં પંજાબમાં આમ આદમી પાર્ટી સરળતાથી સરકાર બનાવે તેવી પૂરી સંભાવના છે. AAPCM ચહેરા તરીકે ભગવંત માનનું નામ આગળ કર્યું છે. આ રીતે માનના મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. સોશિયલ મીડિયા પર તમારા દ્વારા શેયર કરવામાં આવી રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અંતિમ પરિણામ આવ્યા બાદ પાર્ટીએ ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

બાદલ અને અમરિંદરની હાર

પંજાબમાં અન્ય દિગ્ગજ નેતાઓ પણ પાછળ જોવા મળે છે, જેમાં અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ પણ તેમની બેઠકોથી પાછળ છે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે ગુરુવારે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. અત્રે નોંધનીય છે કે એક્ઝિટ પોલમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીને મોટી જીતની આગાહી કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસને આ ચૂંટણીમાં પોતાની પાર્ટીની અંદરની લડાઈની કિંમત ચૂકવવી પડશે.

ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ એક વર્ષથી વધુ સમયથી વિભાજિત જોવા મળી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિદ્ધુ વચ્ચેની લડાઈ સહિતની આંતરિક હરીફાઈઓ હેડલાઈન્સ બની હતી. પરિણામ એ આવ્યું કે અમરિંદરે કોંગ્રેસ છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા. તેમણે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ બનાવી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું. આ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Gold Price Today : યુક્રેનના નરમ વલણ બાદ સોનાની કિંમતમાં ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો :સુરત જિલ્લા પંચાયતનું 1662 કરોડનું બજેટ ફક્ત 26 મિનિટમાં મંજૂર

Next Article