Punjab assembly election 2022: આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે જલંધર (Jalandhar)માં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુરક્ષામાં થયેલી ચૂક બાદ પીએમ નરેન્દ્ર મોદીની પંજાબની આ પહેલી મુલાકાત છે.
પીએમ (PM Narendra Modi)ની મુલાકાતને લઈને આદમપુરથી જલંધર સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબ પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાવાળી વાન લગાવવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના અધિકારીઓને પણ ફિલ્ડમાં રહેવાના આદેશ છે.
Security checks by Police personnel underway in Jalandhar. PM Narendra Modi will address a public rally here today. #PunjabElections2022 pic.twitter.com/75GRzt3W4O
— ANI (@ANI) February 14, 2022
પીએમ સૌથી પહેલા એરફોર્સના વિમાન દ્વારા આદમપુર એરફોર્સ સ્ટેશન પહોંચશે. ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા જલંધરના પીએપી ગ્રાઉન્ડ આવવાનું છે. તેમ છતાં, આદમપુરથી જલંધર સુધીના રસ્તા પર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોના એક સંગઠને તેમનો ઘેરાવ કરવાની ધમકી આપી છે. વડાપ્રધાનની મલાકાતને લઈને સુરક્ષાની દૃષ્ટિએ ત્રણ સ્તરે સુરક્ષા રહેશે.
પંજાબ પોલીસની સાથે BSF, CRPF અને કમાન્ડો ટુકડીઓ તૈનાત રહેશે. ડોગ સ્કવોડ, બોમ્બ સ્ક્વોડ, એન્ટી રાઈટ સ્કવોડ પણ તૈનાત રહેશે. પોલીસની સીસીટીવી વાન દરેક જગ્યાએ હાજર રહેશે અને જલંધર કમિશનરેટ અને કન્ટ્રીસાઇડ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં તૈનાત રહેશે.
યુનાઈટેડ કિસાન મોરચાએ મોદીના પંજાબ પ્રવાસના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયન રાજેવાલ જૂથના જથેદાર કાશ્મીર સિંહ જંડિયાલાએ કહ્યું છે કે પંજાબમાં મોદીનો ઘેરાવ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સીઆઈડીને પણ શકમંદો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ગત વખતે પીએમ મોદીની ફિરોઝપુરની મુલાકાત સ્થગિત કરવામાં આવી હતી. તેમના કાફલાને વિરોધીઓએ ફ્લાયઓવર પર રોકી દીધા હતા. મોદીનો કાફલો લગભગ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાઈ રહ્યો હતો. જેના કારણે દેશના પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપ અને કેન્દ્ર સરકારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમના પર પીએમ મોદીની સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો.