આગામી વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) પહેલા, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) અમૃતસરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા પર પ્રહારો કર્યા છે. સિદ્ધુએ મજીઠિયાને ‘પરચા માફિયા’ ગણાવ્યા છે. વાતચીત દરમિયાન સિદ્ધુએ કહ્યું કે તેણે (મજીઠિયા) ઘણા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મેં કોઈની સામે એક પણ કેસ કર્યો નથી. બધા જાણે છે કે કોંગ્રેસ મજબૂત અને સુરક્ષિત સરકાર આપશે. અમે નવું પંજાબ બનાવીશું. તે જ સમયે, જ્યારે રાજ્ય એકમમાં જૂથવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં કોંગ્રેસને કોઈ હરાવી શકશે નહીં. માત્ર કોંગ્રેસ જ પોતાને હરાવી શકે છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા પંજાબમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ પહેલા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિદ્ધુ અને મજીઠિયા બંને પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા રાજકારણના મોટા હાથી છે, જેમના પગ નીચે જનતાના મુદ્દાઓ કચડવામાં આવી રહ્યા છે.
બંને નેતાઓ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે સિદ્ધુએ પંજાબના લોકો માટે કંઈ કર્યું નથી, જ્યારે મજીઠિયાને કંઈ કરવાનું નથી અને તેઓ સિદ્ધુને હરાવવા માટે જ અહીં આવ્યા છે. કેજરીવાલે અહીં એમ પણ કહ્યું કે અન્ય પાર્ટીમાં કેટલાક સારા નેતાઓ છે, જેઓ ત્યાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે.
He (Bikram Singh Majithia) is ‘Parcha mafia’. He has filed cases against so many people. I haven’t lodged a single case against anyone. Everyone knows that Congress will give a strong & secure govt. We will make a new Punjab: State Congress chief Navjot Singh Sidhu in Amritsar pic.twitter.com/Wt9xgnXLpj
— ANI (@ANI) January 30, 2022
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને સિદ્ધુ પર દયા આવે છે. તેઓ એક અદ્ભુત વ્યક્તિ હતા, કોંગ્રેસે તેમને શું બનાવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સિદ્ધુ પ્રત્યે સહાનુભૂતિ છે. બીજી તરફ ભગવંત માનને સીએમનો ચહેરો બનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે પંજાબની જનતાએ ભગવંત માનને પસંદ કર્યા છે, અમે નહીં. આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો ભગવંત માન છે.
આ પણ વાંચો : UP Election-2022: અખિલેશ યાદવને અપર્ણા યાદવ રાજકીય ટક્કર આપશે? કરહલથી ચૂંટણી લડવાની વાતને લઈ આપ્યુ આ નિવેદન
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, લદાખમાં 11 હજાર ફુટ પર બનેલું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર, દેશને ટૂંક સમયમાં મળશે ભેટ