Punjab election 2022: AAP નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનની અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભગવંત માને કહ્યુ કે, પંજાબમાં ચૂંટણી (Punjab Election) નજીક છે, તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સર્કસ બની ગઈ છે. એક તરફ અન્ય પક્ષો એકબીજા સાથે લડી રહ્યાં છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી છે જ્યાં એક કાર્યકરથી લઈને રાષ્ટ્રીય કન્વીનર સુધી પાર્ટીના બધા એક છે. વધુમાં તેમણે કહ્યુ કે , રાજા વડીંગ કહી રહ્યા છે કે મનપ્રીત બાદલને હરાવવાના છે.બીજી તરફ પ્રનીત કૌર કોંગ્રેસના(Congress) સાંસદ છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. રાણા ગુરજીતનો પુત્ર કોંગ્રેસને હરાવી રહ્યો છે.
સાથે જ કેજરીવાલે કહ્યુ કે, પંજાબના લોકો અમારી સાથે છે, અમે તેમની સાથે જોડાણ સ્થાપિત કરી રહ્યા છીએ અને ઘરે-ઘરે જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 18 ફેબ્રુઆરી સુધી પંજાબમાં પ્રચાર કરશે. તેમણે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસના ઉમેદવારો સ્ટાર પ્રચારકની રાહ જોઈ રહ્યા છે પરંતુ નવજોત સિદ્ધુ પ્રચાર કરી રહ્યા નથી, સુનીલ જાખડ પ્રચાર કરી રહ્યા નથી.
વધુમાં ઉમેર્યુ કે, ભગવંત માને એક ખૂબ જ મહત્વની વાત કહી છે કે જે પાર્ટી સાથે ચૂંટણી લડી શકતી નથી, કોંગ્રેસ સર્કસ બની ગઈ છે, જ્યારે આ પાર્ટી ચલાવી શકતી નથી તો સરકાર કેવી રીતે ચલાવશે.! અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને નથી લાગતું કે ભાજપની(BJP Party) 5થી વધુ સીટો આવશે, તે પણ વધુ પડતો અંદાજ છે.
કેજરીવાલે કહ્યુ, આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે છે, લોકો સાથે વાત કરી રહી છે. ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌરથી લડી રહ્યા છે, અમે તે સીટો પર ત્રણ વખત સર્વે કર્યો છે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી રહ્યા છે, ચમકૌરમાં AAP 52 ટકા છે, ભદૌરમાં AAP 48 ટકા છે, તેઓ એ વિસ્તારમાંથી ધારાસભ્ય પણ બની શકે તેમ નથી તો CM શું બનશે?
Published On - 2:19 pm, Sun, 13 February 22