Punjab Assembly Election: અમૃતસર પૂર્વમાંથી ઉમેદવારી ભર્યા પછી સિદ્ધુનું નિવેદન, કહ્યું- મને ઉશ્કેરી શકાય, હરાવી શકાય નહીં

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ઉમેદવારી નોંધાવ્યા બાદ કહ્યું, 'મને ઉશ્કેરવામાં આવી શકે છે પરંતુ હરાવી શકાય નહીં. મેં મારી 17 વર્ષની રાજકીય કારકિર્દીમાં કોઈ ખોટું કર્યું નથી.

Punjab Assembly Election: અમૃતસર પૂર્વમાંથી ઉમેદવારી ભર્યા પછી સિદ્ધુનું નિવેદન, કહ્યું- મને ઉશ્કેરી શકાય, હરાવી શકાય નહીં
Navjot Singh Sidhu - President of Punjab Pradesh Congress Committee
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:08 PM

પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) માટે ઝડપથી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને તેમના ફોર્મ ભર્યા છે. નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ કહ્યું કે મને ઉશ્કેરવામાં આવી શકે છે પરંતુ હરાવી શકાય નહીં.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ઉમેદવારી નોંધાવ્યા બાદ કહ્યું, ‘મને ઉશ્કેરવામાં આવી શકે છે પરંતુ હરાવી શકાય નહીં. મેં મારી 17 વર્ષની રાજકીય કારકિર્દીમાં કોઈ ખોટું કર્યું નથી. તેઓએ (અકાલી દળ) ડ્રગ્સનું વેચાણ કર્યું છે. તેને કોણ મત આપશે? આ સીટ પરથી માત્ર કોંગ્રેસ જ જીતશે. સિદ્ધુ હાલમાં અમૃતસર પૂર્વ સીટથી સીટીંગ ધારાસભ્ય છે. તેમણે વધુમાં કહ્યું, હું “લોકતંત્રને દંડતંત્ર”માં રૂપાંતરિત કરવા માંગતો નથી. આ શહેરને કોંગ્રેસમાં વિશ્વાસ હતો, છે અને રહેશે.

સિદ્ધુ સામે મેદાનમાં બિક્રમ સિંહ મજીઠિયા

શિરોમણી અકાલી દળે અમૃતસર પૂર્વ બેઠક પરથી પંજાબના પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાને નવજોત સિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે.

સિદ્ધુની બહેને પોતાના ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા

જો કે એક તરફ નવજોત સિંહ સિદ્ધુએ ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ તેમના પરિવારના સભ્યો દ્વારા તેમના પર અંગત રીતે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં રહેતી બહેન સુમન તૂરે શુક્રવારે સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે તેના પરિવારના સભ્યો સાથેની તસવીરો જાહેર કરી છે.

સુમન તૂરે સિદ્ધુ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેને સાંભળ્યા બાદ રાજકીય ગલિયારામાં નવો વળાંક આવ્યો હતો. જોકે, તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ સુમન તૂર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે તેમને ઓળખતી નથી.

સુમન તૂરે સિદ્ધુ પર આરોપ લગાવતા કહ્યું, સિદ્ધુ ક્રૂર વ્યક્તિ છે. પિતા ભગવંત સિદ્ધુના અવસાન બાદ તેણે માતા નિર્મલ ભગવંત અને બહેનોને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેણે લોકોને ખોટું કહ્યું કે જ્યારે તે (સિદ્ધુ) બે વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. આટલું જ નહીં, ઘરમાંથી કાઢી મૂક્યા પછી, માતાએ કોર્ટની ઠોકરો ખાઈને દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાવારસ હાલતમાં મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું કે તેમની પાસે પોતાના આરોપોને સાબિત કરવા માટે ઘણા દસ્તાવેજો પણ છે.

 

આ પણ વાંચો : West Bengal: દેશમાં પ્રથમ કેસ , બંગાળના વ્યક્તિએ કોરોના પર સંશોધન માટે શરીરનું દાન કર્યું

આ પણ વાંચો : Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન