Punjab Assembly Elections: બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો મોટો આરોપ, કહ્યું- મોગાના કેટલાક બૂથમાં વહેંચાઈ રહ્યા છે પૈસા

|

Feb 20, 2022 | 4:06 PM

કોરોનાકાળ દરમિયાન ગરીબોના મસીહા બનેલા સોનુ સૂદે હવે મોટો આરોપ લગાવ્યો છે કે મોગાના કેટલાક બૂથમાં ઘણા લોકો ખાસ કરીને અકાલી દળ લોકોને ડરાવી રહ્યુ છે અને પૈસા વહેંચવામાં આવી રહ્યા છે.

Punjab Assembly Elections: બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો મોટો આરોપ, કહ્યું- મોગાના કેટલાક બૂથમાં વહેંચાઈ રહ્યા છે પૈસા
Bollywood actor Sonu Sood's big allegation

Follow us on

પંજાબમાં રવિવારે, ભારતના ચૂંટણી પંચે રાજ્યની 117 બેઠકો પર મતદાન વચ્ચે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને (Sonu Sood) મોગામાં મતદાન મથક પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ચૂંટણી પંચે તેમની કાર જપ્ત કરી અને અન્ય વાહનમાં તેમને ઘરે મોકલી દીધા અને તેમને ઘરે જ રહેવાની સૂચના આપી. કોરોનાકાળમાં ગરીબોના મસીહા બનેલા સોનુ સૂદે હવે મોટો આરોપ લગાવ્યો છે કે ઘણા લોકો ખાસ કરીને અકાલી દળ લોકોને ડરાવી રહ્યુ છે અને મોગાના કેટલાક બૂથમાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પારદર્શક રીતે થવી જોઈએ.

ANI સાથે વાત કરતા સોનુ સૂદે કહ્યું, ‘મેં SSP સાહેબને ફરિયાદ કરી છે. અમારી કાર ત્યાં છે, અમે બીજી કાર દ્વારા આવ્યા છીએ. પોતાને મતદાન મથકો પર જવાથી રોકવાના પ્રશ્ન પર સોનુ સૂદે કહ્યું કે તેમના પર લાગેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. તેમણે મતદારોને કોઈપણ રીતે પ્રભાવિત કર્યા નથી. તેમના કહેવા પ્રમાણે, તેઓ માત્ર તેમના સમર્થકો પાસેથી રિપોર્ટ્સ લેતા હતા.

આરોપ છે કે સોનુ સૂદ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં શિરોમણી અકાલી દળ વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી પંચે અભિનેતા સોનુ સૂદને બૂથમાં પ્રવેશતા અટકાવ્યા અને તેમની કાર પણ જપ્ત કરી લીધી. અકાલી દળના પોલિંગ એજન્ટ દિદાર સિંહે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે સોનુ સૂદ મતદારોને પ્રભાવિત કરી રહ્યો છે. આ પછી ચૂંટણી પંચની ટીમે સોનુ સૂદને ફોલો કર્યો અને જો આરોપો સાચા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

Photos : ડિમ્પલ યાદવથી લઈને અપર્ણા યાદવ સુધી, મુલાયમ સિંહની પુત્રવધૂઓએ લગ્નમાં પહેર્યો હતો આ બ્રાઈડલ પોશાક

આ પણ વાંચો –

Mumbai Local Train : લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ લાઇન પર રહેશે આજે મેગા બ્લોક

આ પણ વાંચો –

Maharashtra: BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર કર્યા પ્રહાર, BMC ને ગણાવ્યો ‘ કૌભાંડીઓનો અડ્ડો’

Next Article